તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:રાજ્યમાં જમ્બો પોલીસ ભરતી

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં જમ્બો પોલીસ ભરતી કરવામાં આવશે. પોલીસ દળના કુલ 12,500 પદ ભરવામાં આવશે. આ બાબતે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યના પોલીસ દળમાં આજ સુધીની આ સૌથી મોટી ભરતી હોવાનું જણાવવામાં આવ્યું હતું.મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતા હેઠળ બુધવારે રાજ્ય મંત્રીમંડળની બેઠક પાર પડી હતી. એમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મંત્રીમંડળની બેઠક પછી ગૃહમંત્રી અનિલ દેશમુખે પ્રસારમાધ્યમો સાથે સંવાદ સાધીને આ માહિતી આપી હતી. રાજ્યમાં પોલીસ દળના 12,500 પદ ભરવામાં આવશે. પોલીસ સિપાહી સંવર્ગના 100 ટકા પદ ભરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે. એની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. આ ભરતીને લીધે ગ્રામીણ અને શહેર ભાગોના યુવક-યુવતીઓને પોલીસ દળમાં તક મળશે એમ જણાવતા દેશમુખે મહારાષ્ટ્રના ઈતિહાસમાં પોલીસ દળની આ સૌથી મોટી ભરતી હોવાનો દાવો તેમણે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...