• Gujarati News
  • Local
  • Mumbai
  • Juhi's 15 year old Diamond Earrings Missing From Mumbai Airport, Angered By Announcement Of Reward

ગુસ્સો વ્યક્ત:જુહીની પંદર વર્ષ જૂની ડાયમંડ બુટ્ટી મુંબઈ એરપોર્ટથી ગુમ થઇ, શોધી આપનારને ઈનામ આપવાની જાહેરાત સાથે ગુસ્સો પણ વ્યક્ત કર્યો

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જુહી ચાવલાની ડાયમંડની ઈયરરિંગ્સ મુંબઈ એરપોર્ટ પર ક્યાંક પડી ગઈ હતી. એણે સોશિયલ મીડિયામાં ઈયરરિંગ્સ શોધી આપનારને ઈનામ આપવાની વાત કહી છે જુહી ચાવલાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘સવારે (રવિવારે)’ હું મુંબઈ એરપોર્ટના ગેટ નંબર 8 પર જતી હતી. એમીરેટ્સ કાઉન્ટર પર મેં ચેક-ઈન કર્યું, સિક્યોરિટી ચેક થયું, પરંતુ આ દરમિયાન મારી ડાયમંડની બુટ્ટી ક્યાંક પડી ગઈ.

જો કોઈ મારી મદદ કરે તો હું ઘણી જ ખુશ થઈશ. તમે પોલીસને માહિતી આપો, હું તમને ઈનામ આપીશ. આ મેચિંગ પીસ છે. હું છેલ્લાં 15 વર્ષથી આ પહેરું છું. પ્લીઝ, શોધવામાં મારી મદદ કરો.’હાલમાં જ એરપોર્ટ પર ખરાબ સર્વિસનો આક્ષેપ મૂક્યો હતોઉલ્લેખનીય છે કે જુહી ચાવલાએ મુંબઈ એરપોર્ટના અધિકારીઓ પર ખરાબ સર્વિસનો આક્ષેપ મૂકીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. જુહી ચાવલાએ સોશિયલ મીડિયામાં ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું હતું કે ખરાબ વ્યવસ્થાને કારણે પેસેન્જર્સે લાંબો સમય રાહ જોવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...