પડકાર:લુડો વિરુદ્ધના ચુકાદાને મુંબઈ હાઈ કોર્ટમાં પડકાર

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ કૌશલ્યની નહીં પણ નસીબની રમત છે એમ જાહેર કરવાની મુખ્ય માગણી અરજીમાં કરાઈ

મુંબઈમાં મોબાઈલમાં રેલવે અથવા બસમાં પ્રવાસ દરમિયાન કે ઘરમાં નવરાશના સમયમાં રમવામાં આવતી લુડો ગેમ વિરુદ્ધ મુંબઈ હાઈ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. લુડો એ કૌશલ્યની નહીં પણ નસીબની રમત છે એમ જાહેર કરવાની મુખ્ય માગણી અરજીમાં કરવામાં આવી છે. એની નોંધ લેતા હાઈ કોર્ટે રાજ્ય સરકારને ભૂમિકા સ્પષ્ટ કરવા નોટિસ બજાવી હતી.

પહેલાંના સમયમાં કાર્ડબોર્ડ પર સાપસિડી સાથે આવતી લુડો રમત મોબાઈલના આધુનિક જમાનામાં આબાલવદ્ધો માટે મનપસંદ ટાઈમપાસ રમત બની છે. અનેક વખત રેલવે, બસ કે ઘરમાં લોકો આ રમત રમતા જોવા મળે છે. આ જ રમત સુપ્રીમ મોબાઈલ એપ પર રૂપિયા લગાડીને રમવામાં આવે છે. તેથી જુગાર પ્રતિબંધક કાયદાની કલમ 3, 4 અને 5 અન્વયે ગુનો છે. તેથી આ મોબાઈલ એપના સંબંધિતો પર કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરતા મનસેના પદાધિકારી કેશવ મુળેએ વી.પી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી. જોકે મુંબઈ પોલીસે એના પર કોઈ કાર્યવાહી ન કરી.

એના વિરુદ્ધ મુળેએ મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાદ માગી પણ જુનિયર કોર્ટે લુડો કૌશલ્યની રમત હોવાનું માન્ય કરતા એફઆઈઆર નોંધવાની માગણી ફગાવી દીધી. આ ચુકાદાને અરજદારે મુંબઈ હાઈ કોર્ટમાં પડકારતા એડવોકેટ નિખિલ મેંગડે મારફત ફોજદારી અરજી દાખલ કરી છે. આ અરજી પર જજ એસ.એસ.શિંદે અને જજ અભય આહુજાની વેકેશન બેન્ચ સમક્ષ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થઈ હતી. એ સમયે આ પ્રકરણ પર ઝડપથી સુનાવણી લેવાની જરૂર છે કે? એવો સવાલ ખંડપીઠે અરજદારને કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...