તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ફિલ્મી સ્ટાઈલમાં દોડતી બસમાં ઝવેરીના હીરા ચોરનારા પકડાયા

મુંબઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

બેસ્ટની બસમાં પ્રવાસ કરતા એક ઝવેરીને ફિલ્મી સ્ટાઈલમાં એક ટોળકીએ લુંટ્યો હતો. નિયોજનપૂર્વક રેકી કરીને આ ટોળકીએ દોડતી બસમાં ઝવેરીની હીરાથી ભરેલી બેગ તફડાવી હતી. ગુનો આચરીને ફરાર થયેલા આરોપીઓનો કોઈ પત્તો લાગતો નહોતો. જોકે રાતદિવસ મહેનત કરીને ગુના શાખાના પ્રોપર્ટી સેલે આ ટોળકીના પાંચ જણને ઝબ્બે કર્યા હતા. એમાં મુખ્ય આરોપી સહિત એના પુત્રનો પણ સમાવેશ છે. બોરીવલીમાં રહેતો હિરાનો વેપારી 13 એપ્રિલના બેસ્ટની બસમાં પ્રવાસ કરી રહ્યો હતો. એની પાસે લાખો રૂપિયાની હીરા હતા. આ બાબતની આરોપીઓને પહેલેથી જ ખબર હતી.

તેમણે રેકી કરીને એ દિવસે બસમાં ફિલ્ડિંગ લગાવી હતી. બસમાં કોઈ નહોતું ત્યારે એક જણે તમારા શર્ટ પર કીડો છે એમ જણાવીને વેપારીને બેધ્યાન કર્યો. વેપારીએ પાછળ વળીને જોયું ત્યાં સુધીમાં ટોળકીએ હીરાથી ભરેલી બેગ તફડાવી લીધી હતી. આ પ્રકરણે બોરીવલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન પ્રોપર્ટી સેલે સમાંતર તપાસ શરૂ કરી હતી. પ્રભારી નિરીક્ષક શશીકાંત પવારના નેતૃત્વ હેઠળની ટીમે આરોપીઓની શોધ શરૂ કરી. હીરા ચોર્યા બાદ એની વહેંચણી થતી ન હોવાથી ટોળકીમાં ચર્ચા ચાલુ હતી. એનો ફાયદો પોલીસને થયો હતો.

કુંડામાં હીરા છુપાવ્યા, કૂતરાઓનો પહેરો
અનિલ ગાયકવાડ રીઢો ગુનેગાર છે. હીરા કોઈના હાથમાં ન આવે એ માટે એણે આઈડિયા લડાવ્યો હતો. એણે હીરા કુંડામાં છુપાવીને એને પર છોડ રોપ્યો. જોકે કુંડામાં પાણી નાખવું નહીં એમ એણ પત્ની જણાવ્યું હતું. એ 24 લાખ રૂપિયાના હીરા પોલીસે જપ્ત કર્યા હતા. તેમને ગભરાવવા માટે અનિલે ઘરની બહાર 15 રખડતા કૂતરાઓ પાળી રાખ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...