મુંબઈમાં એનસીપીના નેતા શરદ પવારના ઘર પર હુમલા પ્રકરણે મુંબઈની સેશન્સ કોર્ટે જયશ્રી પાટીલની આગોતરા જામીન અરજી પર સુનાવણી કરતાં 29 એપ્રિલ સુધી ધરપકડ ન કરવા નિર્દેશ આપ્યો છે. આથી જયશ્રી પાટીલને કોર્ટમાંથી રાહત મળી છે. જયશ્રી પાટીલે ધરપકડ પૂર્વ જામીન માટે અરજી કરી હતી. તેમણે શરદ પવારના ઘર પર હુમલાના મામલે મુંબઈ સેશન્સ કોર્ટમાં જામીન માગ્યા હતા.
જયશ્રી પાટીલ પર શરદ પવારના ઘર પર હુમલો કરવાનો પણ આરોપ છે. તેમની સામે ગાવદેવી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.ફરિયાદ પક્ષે કોર્ટને જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ઘણા દિવસોથી ફરાર હતાં. ગાવદેવી પોલીસ તેમને શોધી રહી હતી. જયશ્રી પાટીલ ધરપકડથી બચવા માટે મુંબઈ સેશન્સ કોર્ટમાં દોડી ગયાં હતાં.
દરમિયાન પવારના ઘર પર હુમલાના સૂત્રધાર માનવામાં આવતા એડવોકેટ ગુણરત્ન સદાવર્તે, અભિષેક પાટીલ, જયશ્રી પાટીલ અને કોર કમિટીના અન્ય સભ્યો ક્રિસ્ટલ ટાવરની ટેરેસ પર મળ્યા, જ્યાં સદાવર્તે કાયમ રહે છે. 7 એપ્રિલે રાત્રે 11 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી 2:50 વાગ્યે તે જ મિટિંગ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે જયશ્રી પાટીલે તેમને પવારના ઘરે વિરોધ કરવાનું કહ્યું હતું. આ ગુનામાં જયશ્રી પાટીલની સંડોવણી હોવાનું સ્પષ્ટ થયું છે, એમ સરકારી વકીલ પ્રદીપ ઘરતે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.