કાર્યવાહી:જાન મહંમદના દાઉદ સાથે 20 વર્ષથી સંબંધ, રડારમાં હતોઃ ATS

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વિનીત અગ્રવાલ - Divya Bhaskar
વિનીત અગ્રવાલ
  • ગણપતિ વિસર્જનનાં સ્થળો અને રેલવે સ્ટેશનોની રેકી કરી

દિલ્હી પોલીસે ઝડપેલા મુંબઈના ધારાવીના રહેવાસી આતંકવાદી જાન મહંમદ અલી મહંમદ શેખ મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટ દાઉદ ઈબ્રાહિમ ટોળકી સાથે 20 વર્ષથી સંબંધ ધરાવતો હતો. દિલ્હી પોલીસે ઝડપેલા 6 આંતકવાદીઓનો મહારાષ્ટ્ર ખાસ કરીને મુંબઇ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં આતંકવાદી હુમલા કરવાનો પ્લાન હતો.દિલ્હી પોલીસની એક ખાસ ટુકડીએ દેશમાં બોમ્બવિસ્ફોટ કરવાના મુખ્ય કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે. આ ષડયંત્રમાં પકડાયેલા 6 આતંકવાદી પૈકીનો એક મુંબઇનો રહેવાસી છે.

પોલીસને જાણવા મળ્યું છે કે આતંકવાદીઓ મુંબઈમાં સ્થાનિક અને ગીચ સ્થળોએ સામૂહિક હત્યાઓ કરવાની યોજના બનાવી રહ્યા હતા, પરંતુ મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ)ને આટલા મોટા ષડયંત્રની માહિતી કેવી રીતે નહીં મળી? આવો પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે, જે પછી મહારાષ્ટ્ર એટીએસના પ્રમુખે બુધવારે ખુલાસો કર્યો હતો. મહારાષ્ટ્ર એટીએસના પ્રમુખ વિનીત અગ્રવાલે આ બાબતે વિગતવાર માહિતી આપી હતી.સમીર કાલિયા ઉર્ફે જાન મોહમ્મદ શેખ (47) દ્વારા ગણપતિ વિસર્જન માટે મહત્ત્વનાં સ્થળ ગીરગામ ચોપાટી, દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારમાં રેકી કરી હતી.

આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ)નાં સૂત્રોએ જણાવ્યું હતું કે, આતંકવાદીએ મુંબઈમાં ઉપનગરીય રેલવે સ્ટેશનોનું પણ ઘણી વખત નિરીક્ષણ કર્યું હતું. તે સાયન પશ્ચિમમાં એમજી રોડ પર કાલાબાર વિસ્તારમાં રહેતો હતો.દિલ્હી પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે. તેમાંથી એક મુંબઈના ધારાવીનો રહેવાસી છે. તેનું નામ જાન મોહમ્મદ અલી મોહમ્મદ શેખ છે. પાકિસ્તાનમાં ડી કંપની સાથે તેના જોડાણની અનેક નોંધ છે. નોંધ લગભગ 20 વર્ષ જૂની છે. જાન અમારા રડાર પર હતો, પરંતુ અમને આતંકવાદી કાવતરા વિશે જાણ નહોતી. તેની કેન્દ્રીય તપાસ સંસ્થાને જાણ હતી. આ માહિતી તેમના દ્વારા દિલ્હી પોલીસને આપવામાં આવી હતી, એમ અગ્રવાલે જણાવ્યું હતું. કોઈ વિસ્ફોટકો કે હથિયારો નહોતાં : “જાન શેખે 9 સપ્ટેમ્બરે નિઝામુદ્દીન જવાની યોજના બનાવી હતી. તેણે 10 મીએ નાણાં ટ્રાન્સફર કર્યા હતા પરંતુ તેની ટિકિટ કન્ફર્મ હતી નહીં. તેથી તેણે 13મી તારીખે વેઇટિંગ લિસ્ટ છમાં નોંધણી કરાવી અને ટિકિટ મેળવી. તેણે ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનની ટિકિટ ખરીદી. ત્યાર બાદ સાંજ સુધી તેની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ હતી. તે નિઝામુદ્દીન જવા માટે મુંબઈ સેન્ટ્રલથી એકલો નીકળ્યો હતો. મુસાફરી દરમિયાન તે કોટા પહોંચ્યો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેના કબજામાંથી કોઈ હથિયાર કે વિસ્ફોટકો મળ્યાં નથી. દિલ્હી પોલીસ પાસે આ અંગેની તમામ માહિતી છે.

અમારી એક ટીમ વધુ વિગતો પ્રાપ્ત કરવા બુધવારે સાંજે રવાના થઈ છે, તે દિલ્હી પોલીસ પાસે ઉપલબ્ધ માહિતી લાવશે. અમારી પાસે જે માહિતી છે તે અમે દિલ્હી પોલીસને પણ આપીશું, એમ અગ્રવાલે જણાવ્યું હતું.જાનના પરિવારની પણ પૂછપરછ : જાન મોહમ્મદને પત્ની અને બે પુત્રી છે. મુંબઈ પોલીસ પણ તેને ધારાવી પોલીસ સ્ટેશન લઈ ગઈ અને તેની પૂછપરછ કરી. “જાન મોહમ્મદે થોડા દિવસો સુધી ડ્રાઈવર તરીકે કામ કર્યું, આ પછી તેણે સ્નેપડીલ માટે કુરિયર બોય તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. જાન મંહમદ સોમવાર સાંજ સુધી મુંબઈમાં હતો.

અચાનક તે ઘરે આવ્યો અને અમને કહ્યું કે તે કેટલાક મિત્રો સાથે ઉત્તર પ્રદેશ જઈ રહ્યો છે, ”તેની પત્નીએ પોલીસને જણાવ્યું. જ્યારે તેની પત્નીને શંકા ગઈ ત્યારે તેણે તેના મોબાઇલમાં ટિકિટ બતાવી. જોકે, તેની પત્ની વધુ કંઈ પૂછે તે પહેલા તેણે ઉતાવળમાં પોતાના કપડા એક થેલીમાં ભરી લીધા હતા અને સાંજે 6 વાગ્યાની આસપાસ ઘરની બહાર નીકળી ગયો હતો.જાન મહંમદનો મિત્ર ચોંક્યો : જાન મોહમ્મદ શેખના મિત્ર ફૈયાઝ હુસેને કહ્યું કે, હું તેને બાળપણથી ઓળખું છું. તે છેલ્લે 12 સપ્ટેમ્બરે જોવા મળ્યો હતો. હુસેને કહ્યું, “અમે સાથે ચા પણ પીધી. તે ડ્રાઈવર તરીકે કામ કરે છે. જ્યારે અમને તેના વિશે ખબર પડી ત્યારે અમે ચોંકી ગયા.

મિત્રની દિલ્હી પોલીસે પૂછપરછ પણ કરી હતી. ફયાઝે કહ્યું કે તેમને દિલ્હી પોલીસનો ફોન આવ્યો હતો. દિલ્હી પોલીસે જાન મોહમ્મદ વિશે પૂછપરછ કરી અને ફયાઝ વિશે સંપૂર્ણ માહિતી પણ મેળવી. 13 મીએ જાન મોહમ્મદે તેને બોલાવ્યો હતો, પરંતુ તેમાંથી કોઈ કજાન મોહમ્મદ શેખના મિત્ર ફૈયાઝ હુસેને કહ્યું કે, હું તેને બાળપણથી ઓળખું છું. તે છેલ્લે 12 સપ્ટેમ્બરે જોવા મળ્યો હતો.

હુસેને કહ્યું, “અમે સાથે ચા પણ પીધી. તે ડ્રાઈવર તરીકે કામ કરે છે. જ્યારે અમને તેના વિશે ખબર પડી ત્યારે અમે ચોંકી ગયા.”મિત્રની દિલ્હી પોલીસે પૂછપરછ પણ કરી હતી, ફયાઝે કહ્યું કે તેમને દિલ્હી પોલીસનો ફોન આવ્યો હતો. દિલ્હી પોલીસે જાન મોહમ્મદ વિશે પૂછપરછ કરી અને ફયાઝ વિશે સંપૂર્ણ માહિતી પણ મેળવી. 13 મીએ જાન મોહમ્મદે તેને બોલાવ્યો હતો, પરંતુ તેમાંથી કોઈ બોલી શક્યું નહોતું.

અન્ય સમાચારો પણ છે...