આયોજન:જમનાબાઈ નરસી સ્કૂલે #iCan સ્કૂલ ચેલેન્જ રાષ્ટ્રીય સ્પર્ધા જીતી

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પવાર પબ્લિક સ્કૂલ અને મુસ્તફા ફકીહ ઉર્દૂ હાઈ સ્કૂલને બીજું અને ત્રીજું સ્થાન

1971માં સ્થપાયેલી મુંબઈની પ્રાચીન શાળાઓમાંની એક જમનાબાઈ નરસી સ્કૂલે #iCan સ્કૂલ ચેલેન્જમાં જીત હાંસલ કરી છે. અદાણી જૂથ દ્વારા આયોજિત શાળા- સ્તરની આ રાષ્ટ્રીય સ્પર્ધામાં ક્લાઈમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવાની લડાઈને મજબૂત કરવા અંગે વિચારો મગાવવામાં આવ્યા હતા. આ પ્રતિષ્ઠિત સ્પર્ધાની પ્રથમ આવૃત્તિમાં ‘ક્લીનર ફ્યુચર’ થીમ અંતર્ગત દેશભરની લગભગ 240 શાળાઓ દ્વારા 748 વિચારો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.

આ રાષ્ટ્રીય સ્પર્ધામાં પવાર પબ્લિક સ્કૂલ, ભાંડુપ અને અંજુમન-એ-ઈસ્લામની મુસ્તફા ફકીહ ઉર્દૂ હાઈ સ્કૂલ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને વિજેતા રહ્યા. યુએન ચેમ્પિયન્સ ઑફ અર્થ એવોર્ડ વિજેતા એડ. અફરોઝ શાહ, મિશન ગ્રીન મુંબઈના સ્થાપક અને વોટર હીરો 2019 એવોર્ડ વિજેતા સુભાજિત મુખર્જી અને અદાણી ગ્રૂપ હેડ ઓફ સસ્ટેનેબિલિટી એન્ડ ક્લાઈમેટ ચેન્જ પ્રો. અરુણ શર્માની પેનલ દ્વારા સર્વશ્રેષ્ઠ વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી. અદાણી ગ્રુપના સસ્ટેનેબિલિટી એન્ડ ક્લાઈમેટ ચેન્જના હેડ પ્રો. અરુણ શર્માએ જણાવ્યું હતું કે “વૈશ્વિક આબોહવા સંકટ સામેની સૌથી મોટી લડાઈ ભવિષ્યમાં લડવામાં આવશે, આજના બાળકો એવી પેઢી હશે જે તે લડાઈનું નેતૃત્વ કરશે અને લડશે.”

જમનાબાઈ નરસી સ્કૂલને વૈશ્વિક ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને ઘટાડતી એમઆઈટી એપ ઈન્વેન્ટર પ્લેટફોર્મ પર બનાવવામાં આવેલી ‘હાઉસ-હોલ્ડ ઈન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ’ બદલ રૂ. 1.5 લાખનું ઈનામ એનાયત કરવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...