તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:અનામતની અમલબજાવણી ન કરનારા અધિકારીને જેલ

મુંબઈ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • કાયદા મુદ્દે અનેક ફરિયાદો બાદ સરકારનો આદેશ

રાજ્ય સરકારી, અર્ધસરકારી સેવામાં અનુસૂચિત જાતી, જમાતી, વિમુક્ત જાતી, ભટકતી જમાત, વિશેષ પછાત પ્રવર્ગ અને અન્ય પછાતવર્ગોને અનામત કાયદાની અમલબજાવણી ન કરનારા અને એની જોગવાઈઓનું જાણી જોઈને ઉલ્લંઘન કરનારા અધિકારીઓને 90 દિવસની જેલની સજા ભોગવવી પડશે. રાજ્ય સરકારે એવો પરિપત્ર કાઢીને આ આદેશ તમામ પ્રશાસકીય વિભાગોને આપ્યો છે. રાજ્ય સરકારી અને અર્ધસરકારી સેવામાં પદભરતી અને પ્રમોશનમાં પછાતવર્ગો માટે અનામત લાગુ કરવા 2004માં કાયદો ઘડવામાં આવ્યો છે. આ કાયદામાં પ્રમોશનમાં અનામતની જોગવાઈ મુંબઈ હાઈ કોર્ટે રદ કરી છે.

રાજ્ય સરકારે આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. રાજ્ય સરકારનો આ અનામત કાયદો સરકારી, અર્ધસરકારી, સ્વાયત સંસ્થા, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા, મહામંડળો, અનુદાનિત સંસ્થાઓ, વગેરેને લાગુ છે. જો કે આ કાયદાની જોગવાઈઓનું પાલન કરવામાં આવતું નથી એવા નિવેદન રાજ્ય સરકારને મળ્યા છે. કાયદાની અમલબજાવણી થતી ન હોવાથી પછાતવર્ગ અધિકારી અને કર્મચારીઓ પર અન્યાય થતો હોવાની ફરિયાદો છે.

પ્રથમ વખત સખત ભૂમિકા : અનામત કાયદાની જોગવાઈની જાણીજોઈને ઉલ્લંઘન કરનારા અધિકારીઓ પર આ કાયદાના અનુચ્છેદ 8 પ્રમાણે કાર્યવાહી કરવાનો આદેશ સરકારે આપ્યો છે. અનુચ્છેદ 8માં સંબંધિત અધિકારીને 90 દિવસની જેલની સજા અને રૂ. 5000ના દંડની જોગવાઈ છે. રાજ્ય સરકારે અનામત કાયદાની અમલબજાવણી માટે પ્રથમ વખત સખત ભૂમિકા લીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો