તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:અંધેરીમાં જેગુઆરને અકસ્માત, ગુજરાતી વેપારીએ જીવ ગુમાવ્યો

મુંબઇ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

લોકડાઉન વચ્ચે અંધેરીમાં જેગુઆર કાર લઈને નીકળેલા 25 વર્ષના ગુજરાતી વેપારીએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે ચારોટી પાસે ભાયંદરના વકીલે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો, જ્યારે કાંદિવલીમાં એક કારે બાઈકસવારને ઉડાડી મૂક્યો હતો.અંધેરી પૂર્વમાં એમઆઈડીસી પોલીસ સ્ટેશનથી જૂજ મીટર દૂર માર્ગ અકસ્માત નડ્યો હતો. મંગળવારે મધરાત્રે જેગુઆર કારમાં જઈ રહેલા 25 વર્ષીય હિતેશ કમલ શાહની કાર ડિવાઈડર પર ચઢી ગઈ હતી. આ પછી કાર બીજી પાર પાર્ક કરેલા ટેમ્પો સાથે અથડાઈ હતી, જેમાં હિતેશ શાહ ઘાયલ થયો હતો. તેને કૂપર હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેને મૃત ઘોષિત કરાયો હતો.
હિતેશ વેપારી છે. અમે તેના ઓટોપ્સી રિપોર્ટની વાટ જોઈ રહ્યા છીએ, એમ એમઆઈડીસીની સિનિયર પીઆઈ જગદીશ શિંદેએ જણાવ્યું હતું.આ જ રીતે થાણે કોર્ટમાં મોટે ભાગે પ્રેક્ટિસ કરતા અને દહાણુ જઈ રહેલા ભાયંદરના વકીલ દિગ્વિજય ત્રિવેદીને પણ અકસ્માત નડ્યો હતો, જેમાં તેનું મૃત્યુ થયું હતું, જ્યારે તેની સાથેની એક મહિલા ગંભીર રીતે ઘાયલ છે.
દરમિયાન બુધવારે બપોરે 2 વાગ્યે કાંદિવલીમાં વેસ્ટર્ન હાઈવે પર એ કારચાલકે બાઈલકસવારને ઉડાવી મૂક્યો હતો અને ભાગી ગયો હતો. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલાં રેલવે વિભાગનાં એસીપી સુજાતા પાટીલ વસઈ તરફ જતાં હતાં. તેમણે પોતાનો દુપટ્ટો ફાડીને યુવાનના લોહીલુહાણ ચહેરા પર બાંધીને તેનો ઉપચાર કરાવ્યો હતો. જો યુવાનને સમયસર હાઈવે પરથી ઊંચકી નહીં લીધો હોત તો તેને અન્ય વાહને ઉડાવી મૂક્યો હોત, એમ પાટીલે જણાવ્યું હતું.
નોંધનીય છે કે મંગળવારે સાંજે બીડી સોમાણી ચોક, એનએસ રોડ, મરીન ડ્રાઈવ ખાતે મારુતિ સિયાટ કાર એક ઊભી રહેલી બસને પાછળથી જોરથી અથડાઈ હતી, જેમાં દક્ષિણ મુંબઈની એક જાણીતી હોટેલના માલિકનો પુત્ર આરેમન રાજેશ નાગપાલ (18)નું મોત નીપજ્યું હતું, જ્યારે તેના ફ્રેન્ડ શૌર્યસિંહ શરદ જૈન (19)ને ગંભીર ઈજા પહોંચી હતી.એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે લોકડાઉનને લીધે રસ્તાઓ ખાલી છે. આથી ઘણા બધા કારચાલકો પૂરપાટ સ્પીડ પર કાર ચલાવે છે, જેને કારણે અકસ્માત સર્જાય છે. કેટલાક લોકો ઈ-પાસ વિના જ કાર લઈને નીકળી પડે છે એવું પણ જાણવા મળ્યું છે.
ટેમ્પોમાં જતા 8 શ્રમિક ઘાયલ
દરમિયાન મુંબઈથી નાશિક શ્રમિકોને લઈ જઈ રહેલા ટેમ્પોને બુધવારે સાંજે થાણે કેડબરી સિગ્નલ નજીક અકસ્માત નડ્યો હતો, જેમાં 8 શ્રમિકો ઘાયલ થયા હતા. પોલીસે પરવાનગી આપવાનું શરૂ કર્યું ત્યારથી ટેમ્પો અને ટ્રક ચાલકો દ્વારા શ્રમિકો પાસે માથાદીઠ ત્રણ-ચાર- પાંચ હજાર લઈને ઘેટાબકરાની જેમ વાહનમાં ભરીને લઈ જઈ રહ્યા છે, જેને લીધે મોટી દુર્ઘટનાનો ભય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો