તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અરજી:જૈનોના આયંબીલ ભુવન અને ભોજનશાળા ખોલવા માટે કોર્ટમાં અરજી

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકાર દ્વારા બાર એન્ડ રેસ્ટોરાં ખોલવાની મંજૂરી અપાઈ છે, પરંતુ ધાર્મિક પરિસરોમાં ચાલતા જૈનોના આયંબીલ ભુવન અને ભોજનશાળા ખોલવાની પરવાનગી નહીં મળતાં મુંબઈ હાઇ કોર્ટમાં જૈન સંસ્થા દ્વારા અરજી કરવામાં આવી છે.જૈનોની નવપદ હોળી (આયંબીલ) 23 થી 31 ઓકટોબર સુધી ચાલશે. જૈન સમાજમાં આયંબીલ હોળીનું વિશેષ મહત્ત્વ છે. આ તપ દરમિયાન તપસ્વીઓને રાંધેલુ (બોઇલ) અને હાઇજીનિક ઈમ્યુનિટી વધારતાં ખાદ્યો આયંબીલ ભુવનમાં પીસરસવામાં આવે છે. તપસ્વીઓ શહેરની વિવિધ આયંબીલની ભોજનશાળાઓમાં જઇ રાંધેલાં ખાદ્યો સેવન કરી શકે તે માટે વર્ષોથી આ વ્યવસ્થા બનાવવામાં આવી છે.200 સ્કેવરફૂટના બાર-રેસ્ટોરાંને સરકારે પરવાનગી આપી છે, પરંતુ 3000થી 5000 સ્કવેરફૂટના વિશાળ શુદ્ધ સાત્વિક માનવ શરીરમાં ઈમ્યુનિટી વધારતા આ ધાર્મિક તપ માટે ભોજનશાળા ખોલવાની પરવાનગી નહીં મળતાં જૈન સમાજમાં રોષ વ્યાપ્યો છે.

પર્યુષણ મહાપર્વ દરમિયાન મુંબઇ પ્રદેશમાં જિનાલયો ખોલવા દેવાની પરવાનગી માટે લડનાર સંસ્થાઓ દ્વારા ફરી કોર્ટમાં આ મામલે અરજી કરાઈ છે. અરજદાર એડવોકેટ કેવલ શાહ અને ગુંજનબેન સંઘરાજકાએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, શ્રી ટ્રસ્ટી આત્મા કમલ લબ્ધિસૂરીશ્વરજી જૈન મંદિર ટ્રસ્ટ, દાદર વતી અરજદાર નંબર 1ના ટ્રસ્ટીમાંથી અતુલ રમણલાલ શાહ અને શેઠ મોતીષા ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્ટ ભાયખલા વતી કિરણલાલજી લોઢા દ્વારા મહારાષ્ટ્ર રાજ્ય, મુખ્ય સચિવ, મહેસૂલ અને વન વિભાગ,ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાહત અને પુનર્વસન, મંત્રાલય, મહાપાલિકા કમિશનર, મહાનગરપાલિકા અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. આ અરજી મંગળવારે સુનાવણી માટે આવશે.કાંદિવલી જૈન ફેડરેશનના આગેવાન ધવલ વોરાએ જણાવ્યું હતું કે, અમારી સરકારને વર્ષોથી ચાલી આવતી અમારી આયંબિલની શાશ્વતી ઓળી કરવાની પરવાનગી આપવી જોઈએ જેથી લોકો આવું મોટું તપ ઘરે નથી કરી શકતા આયંબીલ શાળામાં એની સારી વ્યવસ્થા થઈ શકે છે અને રોજિંદા ખોરાક કરતા આ તપ માટેનો ખોરાક અલગ હોય છે, જે તપ કરનાર ઘરે ધાર્મિક નિયમાનુસાર બનાવી શકતો નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો