ઈન્કમ ટેક્સના દરોડા:કેબલ, રિયલ એસ્ટેટ, પ્રિન્ટિંગ મશીનરીનાં જૂથો પર ITની રેડ

મુંબઇ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વિદેશી બેન્ક ખાતાં, સ્થાવર મિલકતોની માલિકી દર્શાવતા પુરાવા મળ્યા

ઈન્કમ ટેક્સ વિભાગે મુંબઈ, પુણે, નોઈડા અને બેંગલોર સહિત અનેક શહેરોમાં ફેલાયેલા 37 વિસ્તારોમાં શોધ અને જપ્તિની કામગીરી હાથ ધરી હતી. દરોડા પાડવામાં આનેલાં જૂથો અને વ્યક્તિઓ કેબલ ઉત્પાદન, રિયલ એસ્ટેટ, કાપડ, પ્રિન્ટિંગ મશીનરી, હોટલ, લોજિસ્ટિક્સ વગેરે ક્ષેત્ર સાથે સંકલાયેલાં છે.

સર્ચ ઓપરેશન દરમિયાન ઘણા વાંધાજનક દસ્તાવેજો, છૂટક શીટ્સ, ડાયરીઓ, ઇમેઇલ્સ અને અન્ય ડિજિટલ પુરાવા મળી આવ્યા છે જે વિશે વિભાગને જાણ કરાઈ નહોતી. આ જૂથો અને વ્યક્તિઓએ બિનહિસાબી મિલકતો છુપાવવા માટે દુબઈ સ્થિત નાણાકીય સેવા પ્રદાતાની સેવાઓનો ઉપયોગ વિદેશી કંપનીઓ અને મોરિશિયસ, યુએઈ, બીવીઆઈ, જિબ્રાલ્ટર વગેરે જેવા ટેક્સ હેવન્સમાં સ્થિત ટ્રસ્ટ્સનું બોગસ નેટવર્ક ઊભું કરવા માટે ઉપયોગ કર્યો હતો.

વિદેશમાં આ રીતે નાણાં વાળ્યાં
દુબઈ સ્થિત નાણાકીય સેવા પ્રદાતા દ્વારા જાળવવામાં આવતાં આ જૂથો અને વ્યક્તિઓનાં બેંક ખાતામાં જમા રકમ એક દાયકામાં 100 મિલિયન યુએસ ડોલર (આશરે રૂ. 750 કરોડ)થી વધારે છે અને સ્વિટઝર્લેન્ડ, યુએઈ, મલેશિયામાં બેંક ખાતાઓમાં રકમ જમા કરેલી હોવાનું જાણવા મળ્યું છે.

50થી વધુ બેન્ક લોકર
શોધ દરમિયાન, રોકડ ઊપજાવવા સપ્લાયરોને બિનહિસાબી પેમેન્ટ, બેહિસાબી રોકડ ખર્ચ, હવાલાના વ્યવહારો, ઓવર ઈન્વોઈસિંગ સંબંધિત પુરાવા પણ એકત્રિત કરવામાં આવ્યા છે. લગભગ રૂ. ૨ કરોડની બિનહિસાબી રોકડ અને દાગીના નિવાસી અને વેપારી સંકુલોમાંથી જપ્ત કરવામાં આવ્યા છે. 50થી વધુ બેંક લોકરોને નિયંત્રણ હેઠળ રાખવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...