તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • It Would Be Appropriate To Use A Mask Even After Corona, Wearing A Mask Protects Against Infectious Diseases

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોગથી બચાવ:કોરોના પછી પણ માસ્કનો ઉપયોગ કરવો યોગ્ય રહેશે, માસ્ક પહેરવાથી સંક્રમણજનક રોગથી બચાવ થાય છે

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

કોરોનાના સંક્રમણથી બચવા માટે માસ્ક વાપરવો, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમ સહિત હાથ ધોવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો આરોગ્ય માટે સારી વાત છે. છતાં મુંબઈગરાઓ હાથ ધોવાની આદતનું પાલન કરતા નથી એવું ધ્યાનમાં આવ્યું છે.વ્યક્તિગત સુરક્ષા સહિત સાર્વજનિક ઠેકાણે માસ્કનો ઉપયોગ ન કર્યો હોય તો સખત કાર્યવાહી કરવામાં આવે છે. કાર્યવાહીનો દંડો ઉગામ્યો હોવાથી હવે લોકો માસ્ક પહેરતા થયા છે. કોરોનાનું સંક્રમણ ઓછું થવાથી સામાન્ય નાગરિકોનો ડર ઓછો થયો છે.

માસ્કનો ઉપયોગ કરે છે પણ વધુ યોગ્ય પદ્ધતિથી કરવો જોઈએ. માસ્કને લીધે પ્રદૂષણથી બચાવ થાય છે. અન્ય કોઈ પણ સંક્રમણજનક રોગથી બચાવ થાય છે. તેથી માસ્ક પહેરવો એ સાર્વજનિક અને વ્યક્તિગત આરોગ્ય માટે મહત્ત્ની બાબત છે. શ્વાસના રોગોની જેમ અન્ય રોગોનું પ્રમાણ પણ માસ્કના કારણે નિયંત્રણમાં આવ્યાનું નિરીક્ષણ ડોકટરોએ નોંધ્યું છે. તેથી કોરોના પછીના સમયમાં પણ માસ્કનો ઉપયોગ કરવો સારી વાત રહેશે એવો વિશ્વાસ મેડિકલ નિષ્ણાતોએ વ્યક્ત કર્યો છે.

સેનિટાઈઝરનો ઉપયોગ અવશ્ય કરો
ઈંડિયન મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડોકટર અવિનાશ ભોંડવેએ સાર્વજનિક ઠેકાણે, દુકાનોની બહાર, ગિરદીના ઠેકાણે સેનિટાઈઝરની ઉપલબ્ધતા હોવી જોઈએ એવો સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો. અનલોકની પ્રક્રિયામાં આ મહત્ત્વનું ધોરણ હતું. અનલોકની પ્રક્રિયા પછી એનું પાલન થતા દેખાતું નથી. કોરોનાના સંક્રમણનું જોખમ હજી ટળ્યું નથી. તેથી જણાવેલા તમામ ધોરણનું પાલન કરવું જોઈએ એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો