છેતરપિંડી:એક કંપનીના સંચાલકને ચેક પર સહી કરી રાખવાનું ભારે પડ્યું

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બનાવટી સહી કરીને કંપની સાથે ~ 20 લાખની છેતરપિંડી કરવામાં આવી

જરૂરના સમયે અગવડ ન થાય એ માટે કાર્યાલયમાં ચેક પર સહી કરી રાખવી દક્ષિણ મુંબઈની એક કંપનીના સંચાલકને ભારે પડ્યું છે. 13 ચેકની ચોરી કરીને અને એક ચેક પરની સહી જોઈને એ મુજબ બનાવટી સહી કરીને કંપનીના ખાતામાંથી રૂ. 20 લાખ કઢાવી લેવામાં આવ્યા હતા. આ બાબત ધ્યાનમાં આવતા જ સંચાલકે ચેક ચોરીને રૂપિયા કઢાવનાર વિરુદ્ધ વી.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. મુંબઈ મહાપાલિકાના એક કોન્ટ્રેકટરે પત્ની, ભાઈની પત્ની અન્ય લોકો મળીને 5 સંચાલકોના નામથી એક કંપની શરૂ કરી હતી. આ કંપની જુદા જુદા રાજ્યની મહાપાલિકા પાસેથી કચરો ઉંચકવાનો કોન્ટ્રેકટ્ લે છે.

10 કર્મચારીઓ એકાઉન્ટ્સ વિભાગમાં છે
કંપની માલિક અને સંચાલકના ધ્યાનમાં આ બાબત આવતા જ બેંકમાં જઈને ચેક અને એનઈએફટી માટે ભરેલી પાવતી જોતા એમાં કંપનીનો રબરસ્ટેમ્પ માર્યો હોવાનું દેખાયું. એના પરથી કંપનીના જ કોઈ માણસનો હાથ હોવાનું જણાયું હતું. મુંબઈ કાર્યાલયના 23માંથી 10 કર્મચારીઓ એકાઉન્ટ્સ વિભાગમાં હોવાથી તેમના પર શંકાની સોય વધારે છે એમ સંચાલકે ફરિયાદમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...