નોટિસ:અજિત પવાર સાથે સંબંધિત રૂ.1000 કરોડની સંપત્તિ જપ્તિની ITની નોટિસ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં ચાલતા દિવાળીના પર્વ સમયે જ ઈન્કમટેક્સનો બોમ્બ ધડાકો
  • છેલ્લા કેટલાક દિવસથી ઈન્કમટેક્સ વિભાગ દ્વારા અજિત પવારના સંબંધીઓ અને નિકટવર્તીઓની તપાસ ચાલતી હતી

દિવાળી ટાણે ઈન્કમટેક્સ વિભાગે બોમ્બ ફોડ્યો છે. રાજ્યના ગૃહમંત્રી અજિત પવાર સાથે સંબંધિત રૂ. 1000 કરોડની સંપત્તિ જપ્ત કરવા સંબંધમાં ઈન્કમટેક્સ વિભાગે નોટિસ આપી છે. આ મિલકતોમાં એક સાકર કારખાનું, દક્ષિણ દિલ્હીમાં એક ફ્લેટ, ગોવામાં માલમતા, મુંબઈની એક ઈમારતનો સમાવેશ થાય છે. છેલ્લા થોડા દિવસથી આઈટી દ્વારા પવાર, તેમના સંબંધી અને નિકટવર્તીઓનાં ઠેકાણાંઓ પર આઈટી દ્વારા તપાસ કરવામાં આવી હતી.

આ પછી હવે અજિત પવાર સંબંધિત માલમતાની જપ્તિની નોટિસ જારી કરવામાં આવી છે. રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ઈડી દ્વારા મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી, જે પછી આઈટી દ્વારા આ નોટિસને મહાવિકાસ આઘાડી અને ખાસ કરીને રાષ્ટ્રવાદી માટે આ મોટો આંચકો હોવાનું માનવામાં આવે છે. 28 ઓક્ટોબરના રોજ પવારના મામેરા ભાઈ જગદીશ કદમના ઘરે ઈડી દ્વારા તપાસ કરવામાં આવી હતી. કદમના પુણેના ઘર પર ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્ હતા.

પવારના નિકટવર્તીઓના ઘર પર આઈટી દ્વારા 7 ઓક્ટોબર, 2021ના રોજ દરોડા પાડવામાં આવ્યા હતા. આ સાથે પવારની બહેનનાં ઘર, ઓફિસ પર પણ તપાસ કરવામાં આવી હતી. દેશભરમાં વિવિધ ઠેકાણે આઈટીના દરોડા : દરમિયાન આઈટીએ છેલ્લા થોડા દિવસમાં મહારાષ્ટ્રના વિવિધ ઠેકાણે દરોડા પાડીને રૂ. 184 કરોડની બિનહિસાબી માલમતા જપ્ત કરી છે. સીબીડીટીએ શુક્રવારે જણાવ્યું કે 7 ઓક્ટોબર, 2021ના રોજ વિવિધ ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં મુંબઈ, પુણે, બારામતી, ગોવા, જયપુર ખાતે લગભગ 70 ઠેકાણે દરોડા પાડ્યા હતા.

આ પૂર્વે બે રિયલ એસ્ટેટ કંપનીઓની ઓફિસ અને તેમની સાથે સંબંધિત વ્યક્તિઓ, સંસ્થાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. તેમની તપાસ દરમિયાન બિનહિસાબી અને બેનામી વ્યવહારોનો ખુલાસો થયો છે. અમુક શંકાસ્પદ વ્યવહાર, દસ્તાવેજો મળી આવ્યા છે. આ બંને ગ્રુપ્સની રૂ. 184 કરોડની બિનહિસાબી માલમતા જપ્ત કરવામાં આવી છે.

બહેનના ઘરે દરોડા શા માટે?
પવારના નિકટવર્તીઓ આઈટીના રડાર પર છે. આઈટી દ્વારા થોડા દિવસ પૂર્વે પવારના નિકટવર્તીના સાકર કારખાના પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ સાથે પવારની પુણેમાં બે બહેન અને કોલ્હાપુરમાં એક બહેનની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. પવારે તે સમયે જણાવ્યું કે આ રાજકીય હેતુથી કાર્યવાહી છે કે અન્ય કોઈ માહિતી માટે કાર્યવાહી કરી તે તો ઈન્કમટેક્સ વિભાગ જ કહી શકે છે.

મારી સાથે સંબંધિત કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા તે વિશે મારે કશું કહેવું નથી, કારણ કે હું પણ એક નાગરિક છું, મને એક બાબતનું દુઃખ છે કે મારી બહેનનાં લગ્નને 35-40 વર્ષ પૂરાં થયાં છે. તેઓ તેમનાં ઘરે સારી રીતે સંસાર કરી રહી છે. આવા સંજોગોમાં તેમની ઓફિસ પર દરોડા પાડવાનું શું કારણ હોઈ શકે તે સમજાતું નથી.

શું જપ્ત કરવામાં આવ્યું છે
જપ્તિમાં આશરે રૂ. 600 કરોડનું સાકર કારખાનું, દક્ષિણ દિલ્હીમાં આશરે રૂ. 20 કરોડનો ફ્લેટ, મુંબઈમાં રૂ. 25 કરોડની એક ઓફિસ, ગોવામાં રૂ. 250 કરોડનો રિસોર્ટ અને રાજ્યમાં 27 અલગ અલગ ઠેકાણે રૂ. 500 કરોડની જમીનનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...