તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારનો કોર્ટમાં દાવો:સ્કૂલોએ કયા અધિકાર હેઠળ ફી વધારી તેની જાણ નથી

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાલીઓની મુશ્કેલી ન વધે એ માટે ફી ન વધારવા દેવા સરકારનો નિર્ણય

કોરોનાને કારણે આર્થિક ગણતિ ખોરવાઈ જવાથી અનેક કુટુંબો મુશ્કેલીમાં છે. આ મુશ્કેલીઓમાં ઉમેરો ન થાય એ માટે રાજ્યની કોઈ પણ સ્કૂલે ફી વધારવી નહીં એવો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ નિર્ણય પર અનેક શૈક્ષિક સંસ્થાઓએ વાંધો ઉઠાવ્યો છે. તેમનો આ વિરોધ ખોટો છે એવો દાવો રાજ્ય સરકારે કર્યો છે. ઉપરાંત કયા અધિકાર હેઠળ સ્કૂલોએ ફી વધારી એની સ્કૂલોને જ માહિતી નથી એવો યુક્તિવાદ રાજ્ય સરકારે કર્યો છે.

કોરોનાને કારણે સ્કૂલોએ ફીમાં વધારો કરવો નહીં અને 2019-20ના વર્ષની બાકીની ફી એક સાથે વસૂલ કરવી નહીં. એ તબક્કાવાર લેવી એવો નિર્ણય સરકારે લીધો છે. આ સંદર્ભે સરકારે 8 મેના અધ્યાદેશ જારી કર્યો હતો. આ અધ્યાદેશને એસોસિએશન ઓફ ઈંડિયન સ્કૂલ, ગ્લોબલ એજ્યુકેશન ફાઉન્ડેશન, જ્ઞાનેશ્વર માઉલી સંસ્થા અને નવી મુંબઈના કાસેગાવ એજ્યુકેશન ટ્રસ્ટે મુંબઈ હાઈ કોર્ટમાં પડકાર્યો છે. આ અરજી પર મુખ્ય જજ દીપાંકર દત્તા અને જજ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠ સમક્ષ સુનાવણી લેવામાં આવી હતી.

સરકારને નિર્ણય કરવાનો અધિકાર
સ્કૂલની જોગવાઈ અનુસાર ફીમાં વધારો કરવાનો નિર્ણય લીધો તો એની કોઈ વિગત આપી નથી. ઉપરાંત કયા અધિકાર હેઠળ ફી વધારી એની પણ માહિતી આપી નથી. સરકારને આપત્તિ વ્યવસ્થાપન કાયદા અંતર્ગત આવો નિર્ણય લેવાનો અધિકાર છે એમ એડવોકેટ અંતુરકરે જણાવ્યું હતું. દરમિયાન સરકારના આ યુક્તિવાદનો અરજદારોએ જોરદાર વિરોધ કર્યો હતો. સરકારી પક્ષનો યુક્તિવાદ પૂરો થયો હોવાથી આગામી સુનાવણીમાં અરજદારો પોતાનો પક્ષ રજૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...