તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • It Is The Duty Of The State Government To Protect Doctors In The Corona Period, The High Court Said

નિર્દેશ:કોરોનાકાળમાં ડોકટરોનું રક્ષણ કરવું રાજ્ય સરકારની ફરજ, હાઈ કોર્ટ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હોસ્પિટલોમાં અતિરિક્ત પોલીસ તૈનાત કરાય

કોરોનાના હાલની સ્થિતિમાં દર્દીઓના સગાસંબંધીઓ તરફથી ડોકટરો પર થતા હુમલા રોકવા એ રાજ્ય સરકારની ફરજ છે. આ પરિસ્થિતિમાં ડોકટરોનું સંરક્ષણ ન થવું એટલે તમે તમારી ફરજમાં નિષ્ફળ ગયા છો એવો વસવસો મુંબઈ હાઈ કોર્ટે વ્યક્ત કર્યો હતો. રાજ્યમાં મેડિકલ કર્મચારીઓ પર થતા હુમલા કોરોનાના સમયમાં પણ ચાલુ છે. આવી ઘટનાઓ રોકવા માટે હવે કોર્ટે એમાં હસ્તક્ષેપ કરવો અને ડોકટરોના સંરક્ષણની જોગવાઈ કરવી એવી વિનંતી કરતી અરજી ડોકટર રાજીવ જોશીએ હાઈ કોર્ટમાં દાખલ કરી છે. આ અરજી પર મુખ્ય જજ દીપાંકર દત્તા અને જજ ગિરીશ કુલકર્ણીની વેકેશન કોર્ટ સમક્ષ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી થઈ હતી.

ડોકટરોની મારપીટ કરનારાઓ પર વધુ કઠોર કાર્યવાહી કરવા માટે મહારાષ્ટ્ર પોલીસને નિર્દેશ આપવામાં આવે તેમ જ જુનિયર કોર્ટમાં આવા આરોપી જામીન માટે આવે તો તેને મસમોટો દંડ કરવામાં આવે એવી મુખ્ય માગણી અરજદારે અને ઈંડિયન મેડિકલ એસોસિએશન તરફથી પક્ષ રજૂ કરતા એડવોકેટ નિતીન દેશપાંડેએ ખંડપીઠ સમક્ષ કરી હતી. જોકે મોટો દંડ કરવાનો નિર્દેશ અમે જારી કરી શકતા નથી કારણ કે કાયદાનું પાલન અનિવાર્ય છે એવું સ્પષ્ટકીરણ મુખ્ય જજ દીપાંકર દત્તાએ આપ્યું હતું.

રોગચાળા નિવારણ કાયદામાં કમસે કમ આવી જોગવાઈ કરવામાં આવે જેથી આવા હુમલા રોકી શકાય એવી વિનંતી અરજદારે કોર્ટ પાસે કરી હતી. એની નોંધ લેતા કોર્ટે રાજ્ય સરકારને ડોકટરો પર થતા જીવલેણ હુમલા સંદર્ભે દાખલ કરવામાં આવેલા ગુનાની નોંધ કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેથી આવા હુમલાઓના આરોપીઓ પર કઠોર કાર્યવાહી કરવામાં આવશે એવી આશા અને વિશ્વાસ અમે વ્યક્ત કરીએ છીએ એમ હાઈ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું.

પોસ્ટરોના માધ્યમથી જનજાગૃતિ
મેડિકલ અને આરોગ્ય સેવકો વિરુદ્ધ કોઈ પણ જાતની હિંસા આચરવામાં ન આવે અને એમ થાય તો કાયદા અનુસાર આરોપીઓ પર કઠોર કાર્યવાહી કરવામાં આવે. તેમ જ હોસ્પિટલોમાં અને સંવેદનશીલ વોર્ડમાં અતિરિક્ત પોલીસ તૈનાત કરવામાં આવે જેથી આવી ઘટનાઓ રોકી શકાય. આ બાબતે હોસ્પિટલોમાં પોસ્ટરોના માધ્યમથી જનજાગૃતિ કરવામાં આવે એમ હાઈ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...