તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઝારખંડના રહેવાસી અને તામિલનાડુમાં ફરજ બજાવતા નૌકાદળના અધિકારી સૂરજકુમાર મિથિલેશ દુબે (27)ને પાલઘરના ઘોલવડમાં લાવીને બાળી મૂકવાનું કોકડું ગૂંચવાઈ રહ્યું છે. પાલઘરના એસપીએ આ ગંભીર પ્રકરણની તપાસ કરવા માટે ચુનંદા અધિકારી અને કર્મચારીઓની 10 ટીમો તૈયાર કરી છે, જેમણે મહારાષ્ટ્ર સહિત સંબંધિત રાજ્યોમાં જઈને તપાસ શરૂ કરી દીધી છે.
સૂરજકુમારે પોતાનાં બેન્ક ખાતાંમાંથી લાખ્ખો રૂપિયા ઉપાડી લીધા હતા અને મિત્રો પાસેથી પણ લોન લીધી હતી. ઉપરાંત હાલમાં જ સગાઈ થયા પછી સસરાએ પણ તેના બેન્ક ખાતામાં રૂ. 9 લાખ જમા કરાવ્યા હતા. આ પરથી હાલમાં આર્થિક લેણદેણમાંથી હત્યા થઈ હોવાની શંકા સેવાઈ રહી છે.સૂરજકુમાર મૂળ ઝારખંડના પાલાપુ સ્થિત ચૈનપુરમાં કોલહુ ગામનો રહેવાસી હતી. ભારતીય નૌકાદળમાં તે લીડિંગ સી-મેન પદ પર હતો. તેની આઈએનએસ અગ્રિની કોઈમ્બતુર તામિલનાડુ ખાતે પોસ્ટિંગ હતી.
સૂરજકુમાર પાલઘરના ઘોલવડમાં ગયા સપ્તાહમાં બળેલી અવસ્થામાં મળી આવ્યા પછી મૃત્યુ પૂર્વે આપેલી જુબાનીમાં જણાવ્યું કે 1 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી તે રજા પર હતો, જેથી ઝારખંડ, રાંચીમાં પોતાના ઘરે હતો. 30 જાન્યુઆરીના રોજ રજા પૂરી થયા પછી રાંચીથી સવારે 8 વાગ્યે વિમાન દ્વારા રાત્રે 9 વાગ્યે ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો. એરપોર્ટની બહાર આવતાં ત્રણ અજ્ઞાત શખસે રિવોલ્વરની ધાક બતાવીને તેનું અપહરણ કર્યું હતું. તેનો મોબાઈલ ફોન છીનવી લીધો હતો અને સફેદ રંગની એસયુવીમાં બળજબરીથી બેસાડીને લઈ ગયા હતા. ત્રણ દિવસ સુધી તેને ચેન્નાઈમાં અજ્ઞાત સ્થળે ગોંધી રાખ્યો હતો.
4 ફેબ્રુઆરીના રોજ સવારે ચેન્નાઈ ખાતે એક વાહનમાં બેસાડવામાં આવ્યો હતો, જે પછી તેને કશું જ યાદ નથી. 5 ફેબ્રુઆરીના રોજ સાંજે 4.45 વાગ્યે ઘોલવડ નજીક વેવજી ગામના બૈજલપાડા જંગલમાં તે બળેલી અવસ્થામાં પડેલો હોવાનું એક સ્થાનિકે પોલીસને જણાવ્યું હતું. પોલીસે તેને ડહાણુની કોટેજ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જોકે હાલત ગંભીર હોવાથી કોલાબાની આઈએનએસ અશ્વિની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ઉપચાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
મૃત્યુ પૂર્વે શેરબજારમાં મોટા વ્યવહાર
સૂરજકુમાર બે ફોન રાખતો હતો તે કુટુંબીઓને જાણ હતી, પરંતુ તપાસમાં સૂરજકુમાર પાસે ત્રીજો ફોન પણ હતો, જેની પર 1 ફેબ્રુઆરીના રોજ સૂરજકુમારે તેના સાવકા ભાઈ ચંદનકુમારને કોલ કર્યો હતો અને સાંજે 6 વાગ્યા સુધી તે ચાલુ હતો. આ પછી ફોન સ્વિચઓફફ થઈ ગયો હતો. ત્રીજા મોબાઈલ પરથી સૂરજકુમારે ભોપાળની આસ્થા કંપની અને મુંબઈના એન્જલ કંપનીને કોલ કરીને શેરબજારમાં સતત બે દિવસ મોટા પ્રમાણમાં વ્યવહાર કર્યા હતા.
મિત્રો પાસેથી પણ હેન્ડ લોન લીધી
સૂરજકુમારે આઈએનએસ નેવી ખાતે તેના મિત્રો પાસેથી પણ રૂ. 6 લાખ સુધી હેન્ડ લોન લીધી હતી. તેના મિત્રો પૈસા પાછા માગતા હતા, પરંતુ તે આપી શક્યો નહોતો. 15 જાન્યુઆરીના રોજ સૂરજકુમારની સગાઈ થઈ હતી અને મેમાં લગ્ન નિર્ધારિત થયાં હતાં. સગાઈ પછી સસરાએ રૂ. 9 લાખ સૂરજકુમારના બેન્ક ખાતામાં જમા કરા
એસપી દત્તાત્રય શિંદેની આગેવાનીમાં તપાસ
પાલઘરના એસપી દત્તાત્રય શિંદેની આગેવાનીમાં એડિશનલ એસપી પ્રકાશ ગાયકવાડના માર્ગદર્શનમાં કુલ 10 ટીમો તૈયાર કરવામાં આવી છે. દરેક ટીમમાં 1 અધિકારી અને 10 અમલદારો છે. આ ટીમો હવે મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યમાં જ્યાં જ્યાં સૂરજકુમારનો સંબંધ છે ત્યાં રવાના થઈને તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક દષ્ટિથી આર્થિક લેણદેણમાંથી સૂરજકુમારની હત્યા કરવામાં આવી હોવાની શંકા છે. શેરબજારમાં મોટું રોકાણ કરવું, લાખ્ખોની લોન સહિતનાં નાણાં તેણે ક્યાં ખર્ચ કર્યાં તેની તપાસ ચાલુ છે.
બેન્કો માંથી લાખ્ખોની પર્સનલ લોન લીધી
સૂરજકુમારનું પગારનું ખાતું સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, કોલાબા શાખામાં હતું. તેમાં હમણાં સુધી રૂ. 8.43 લાખની પર્સનલ લોન લીધી છે. આ ખાતામાંથી સતત શેર ટ્રેડિંગ કરીને છેલ્લે ફક્ત રૂ. 302 બાકી છે. આ ઉપરાંત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, આઈએનએસ નેવી મુંબઈ ખાતે બીજું બેન્ક ખાતું છે, જેમાં રૂ. 5000થી વધુ રકમ હતી, પરંતુ 1 ફેબ્રુઆરીના રોજ ચેન્નાઈ ખાતે એક એટીએમમાંથી રૂ. 5000 કઢાવી લીધા હતા, જે પછી ખાતામાં ફક્ત રૂ. 90 બાકી છે. બંને ખાતામાં મોટે પાયે લોન હોવાનું જણાયું છે.
પોલીસ તપાસમાં શું બહાર આવ્યું
સૂરજકુમારના મૃત્યુ પછી ડહાણુના સબ- ડિવિઝનલ પોલીસ અધિકારી ધનાજી નલાવડેની આગેવાનીમાં તપાસ શરૂ કરવામાં આવી. તેમાં એવું બહાર આવ્યું કે 31 જાન્યુઆરીના રોજ સૂરજકુમારના પિતાએ ફોન કર્યો, પરંતુ સતત સ્વિચઓફફ લાગતો હોવાથી ઝારખંડના ચહલપુર પોલીસમાં જાણ કરી હતી. ઉપરાંત આઈએનએસ અગ્રિની કોઈમ્બતુરના કમાન્ડન્ટ ઓફિસર અશોક રોયને પણ જાણ કરી, જેથી નૌકાલધલે પણ તપાસ શરૂ કરી. તપાસમાં ઘણી બધી ચોંકાવનારી માહિતી બહાર આવી.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.