કાર્યવાહી:ચોથી વખત દંડ થશે તો છ મહિના માટે લાયસંસ રદ્દ કરી દેવાનો પ્રસ્તાવ મૂકાયો

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ પોલીસે કરેલા દંડમાંથી રૂ. 318 કરોડ વસૂલ થવાના બાકી છે, 18 ટકા ચાલકો નિયમિત દંડની રકમ ભરે છે

પરિવહનના નિયમોનો ભંગ કરવા માટે ચોથી વખત દંડ થશે તો સંબંધિત વાહનચાલકનું લાયસંસ છ મહિના માટે સસપન્ડ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં પરિવહન પોલીસે ચોથી વખત પરિવહનના નિયમોનો ભંગ કરનારા લગભગ 2000 ચાલકોનું લાયસંસ છ મહિના માટે સસપેન્ડ કરવા પ્રાદેશિક પરિવહન વિભાગ પાસે પ્રસ્તાવ મોકલ્યો છે. લાયસંસ શા માટે રદ કરવું ન જોઈએ એવી કારણ દર્શાવો નોટિસ પરિવહન પોલીસ સંબંધિત ચાલકને આપશે.પરિવહન પોલીસ વિભાગના સહઆયુક્ત યશસ્વી યાદવે આ માહિતીને ટેકો આપ્યો હતો. લાયસંસ સસપેન્ડ કરવાની પ્રક્રિયા ચાલુ રહેશે. પ્રથમ તબક્કામાં 2000 લાયસંસ સસપેન્ડ કરવાનો પ્રસ્તાવ આરટીઓને મોકલવામાં આવ્યો છે. ત્રણ કરતા વધુ વખત નિયમ તોડ્યો તો ચાલકને શોધીને એનું લાયસંસ રદ કરવા બાબતે પ્રસ્તાવ મોકલવામાં આવશે. વાહનચાલકોએ નિયમોનું ચુસ્તતાથી પાલન કરે, રસ્તા પર પોલીસ નથી એટલે નિયમ તોડવાની હિંમત ન કરે એ આ કાર્યવાહી પાછળનો ઉદ્દેશ છે એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

ઈ-ચલાન સિસ્ટમ શરૂ થયા પછી પરિવહન પોલીસે પરિવહન નિયમન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નિયમ તોડનારા ચાલકો પર કાર્યવાહી અથવા દંડ સીસી ટીવી કેમેરાના આધારે કરવાનું શરૂ થયું. નિયમભંગ કરતા વાહન દેખાય તો રજિસ્ટ્રેશન નંબરનો ફોટો કાઢીને એના આધારે વાહનમાલિકની વિગત શોધીને એને ઈમેઈલ કે એસએમએસ દ્વારા ઈ-ચલાન મોકલવામાં આવે છે. પહેલાં પરિવહન પોલીસ વાહન ઊભું રાખીને જગ્યા પર જ દંડ વસૂલ કરતા હતા. રૂપિયા ન હોય તો લાયસંસ અથવા કાગળપત્રો જપ્ત કરતા હતા. એ છોડાવવા માટે ચાલકને ચોકી કે મુખ્યાલય જવું પડતું હતું. ચાલક ચોકીમાં ન આવે તો આ પ્રકરણ કોર્ટમાં દાખલ કરવામાં આવતું. ઈ-ચલાન સિસ્ટમને લીધે દંડ ભરવાનું ફરજિયાત ન થવું, લાયસંસ જપ્ત થતું ન હોવાથી વાહનચાલકો બેફિકર બન્યા. આ વાત ધ્યાનમાં આવવાથી ચાલકો પરિવહનના નિયમ તોડે તો શું થઈ શકે એની જાણ થાય એ માટે આ કાર્યવાહી શરૂ કરવામાં આવશે એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

નિયમભંગમાં ટુવ્હીલર ચાલકો અગ્રેસર હોય છે
પરિવહન પોલીસના નિરીક્ષણ અનુસાર સૌથી વધુ દંડ ટુવ્હીલર ચાલકોને કરવામાં આવે છે. ત્રણ જણ એક સાથે પ્રવાસ કરે, હેલ્મેટ પહેરી ન હોય, સિગ્નલ તોડવું, સ્પીડલિમિટ વગેરે નિયમભંગમાં ટુવ્હીલર ચાલકો અગ્રેસર હોય છે. પાર્કિંગનો નિયમ તોડવા માટે સૌથી વધુ કાર્યવાહી ફોર વ્હીલર ચાલકો પર થાય છે.

318 કરોડની વસૂલી બાકી
આજની ઘડીએ મુંબઈ પોલીસે કરેલા દંડમાંથી રૂ. 318 કરોડ વસૂલ થવાના બાકી છે. લગભગ 18 ટકા ચાલકો નિયમિતપણે દંડની રકમ ભરે છે.

અન્ય સમાચારો પણ છે...