તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેન્દ્રની રજૂઆત:ઘેર ઘેર જઈને રસી આપવાનું શક્ય નથી

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવેથી વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને ઘરની નજીક રસી મૂકી શકાશે

અત્યારે ઘેરઘેર રસીકરણનું ધોરણ અમલમાં મૂકવું વ્યવહારીક નહીં થાય એવી ભૂમિકા કેન્દ્રિય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે એફિડેવિટ દ્વારા મુંબઈ હાઈ કોર્ટમાં રજૂ કરી હતી. પોતાની ભૂમિકાના સમર્થનમાં કેન્દ્ર સરકારે કેટલાક મુદ્દાઓની રજૂઆત કરી હતી.

હાઈ કોર્ટના વકીલ એડવોકેટ ધૃતી કાપડિયા અને એડવોકેટ કુણાલ તિવારીએ ઘેરઘેર રસીકરણ માટે જનહિત અરજી દાખલ કરી હતી. મુખ્ય જજ દીપાંકર દત્તા અને જજ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠે હકારાત્મક વિચાર કરીને ધોરણાત્મક નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. એના માટે નેગવેક એટલે કે નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન નામની નિષ્ણાતોની સંસ્થાને 1 જૂન સુધીની મુદત આપવામાં આવી હતી. નેગવેકના અહેવાલના આધારે કેન્દ્ર સરકારે પોતાની ભૂમિકા હાઈ કોર્ટમાં રજૂ કરી હતી.

ઘેરઘેર રસીકરણના બદલે ઘર નજીક રસીકરણનું ધોરણ સ્વીકારીને વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો જેવા ઘટકોના વ્યક્તિઓને તેમના ઘર નજીક રસીકરણ કરી શકાશે. રસીકરણ પછી થતી આડઅસરના આંકડાઓ ચિંતાજનક છે. રસી મૂકાવ્યા બાદ આડઅસર થયેલાઓનો આંકડો 28 મે સુધી 25,309 હતો. એમાંથી 1186 દર્દીઓની તબિયત ગંભીર હતી. રસીકરણ થયેલા કુલ વ્યક્તિઓમાંથી 475 જણનું રસીકરણ પછી મૃત્યુ થયું હતું એના પર કેન્દ્ર સરકારે કોર્ટનું ધ્યાન ખેંચ્યું હતું.

નિર્ણયમાં ફેરફાર કરવાનો વિચાર થઈ શકે
રસીકરણ પછીની ઘટનાઓની વસ્તુસ્થિતિ, રસીની ઉપલબ્ધતા, રસીકરણ માટે પાયાભૂત સુવિધા અને અન્ય સંબંધિત ઘટકોનો વિચાર કરીને કેન્દ્ર સરકાર પછીથી ફરી પરિસ્થિતિનો કયાસ કાઢીને અત્યારના નિર્ણયમાં ફેરફાર કરવાનો વિચાર કરશે એમ પણ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું. કેન્દ્રિય આરોગ્ય ખાતાના અપર સચિવ સત્યેન્દ્ર સિંગે અતિરિક્ત સોલિસીટર જનરલ અનિલ સિંગ મારફત આ એફિડેવિટ દાખલ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...