તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:જાતીય શોષણના હેતુ વિના નાની બાળકીના ગાલ પર સ્પર્શ ગુનો નથી

મુંબઈ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • બાળકીની માતાના વિનયભંગ પ્રકરણે એક વર્ષ કેદ અને દંડ

જાતીય શોષણના હેતુ વિના નાની બાળકીના ગાલને સ્પર્શ કરવો તે પોક્સો અંતર્ગત ગુનો નથી એવું સ્પષ્ટ કરીને મુંબઈ સેશન્સ કોર્ટે એક આરોપીને પોક્સોમાંથી દોષમુક્ત કર્યો હતં, પરંતુ આ જ પ્રકરણમાં બાળકીની માતાના વિનયભંગ અંગે આરોપીને એક વર્ષની કેદ અને રૂ. 10,000નો દંડ કરવામાં આવ્યો છે. આરોપીની ઉંમર 28 વર્ષની છે અને પ્રથમ ગુનો હોવાથી તેને સુધરવાની તક આપવામાં આવે છે એવી નોંધ કોર્ટે કરી હતી. 2017માં આ ઘટના મુંબઈનાં બની હતી. બપોરના સમયે ઘરમાં ઈલેક્ટ્રિકનું કામ કરવા આવેલા આરોપીએ આ કૃત્ય કર્યું હોવાની ફરિયાદ મહિલાની હતી.

એક હાઈફાઈ સોસાયટીમાં રહેતી 33 વર્ષની મહિલાએ ઘરમાં ફ્રિજ ખરાબ થઈ ગયું હોવાથી વોચમેનને કહીને ઈલેક્ટ્રિશિયનને ઘરે મોકલવા માટે જણાવ્યું હતું. આ મુજબ આરોપી પહોંચી ગયો હતો. ફ્રિજનો પાર્ટ બદલવો પડશે એમ કહીને બહાર જઈને તે પાછો આવ્યો હતો. તે સમયે મહિલા અને તેની બે નાની બાળકીઓ એકલી જ હતી. અચાનક એક બાળકીના ગાલ પર આરોપીએ સ્પર્શ કર્યો હતો. મહિલાએ તેમને ઠપકો આપ્યો હતો. આ પછી વોશિંગ મશીન પણ ખરાબ હોવાથી ચેક કરી આપ એમ કહેતાં ઈલેક્ટ્રિશિયન અંદર ગયો હતો.

અહીં મહિલાને એકલી જોઈને પાછળથી પકડી લીધી હતી. મહિલાએ પોતાનો છુટકારો કર્યો અને પૈસા આપીને તુરંત ઘરની બહાર કાઢ્યો. જતી વખતે આરોપીએ ફરી બાળકીના ગાલ પર સ્પર્શ કર્યો. આ અંગે મહિલાએ પરિવારજનો અને ઈમારતના મેનેજરને જાણ કરી હતી, જે પછી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

કેસમાં શું થયું
ઘટના બની ત્યારે બાળકી ચાર વર્ષની હતી. સુનાવણી દરમિયાન તેની પણ સાક્ષી નોંધાવવામાં આવી હતી. જોકે સાત વર્ષની બાળકીએ પોતાને કશું યાદ નથી એમ જણાવ્યું હતું. આથી મહિલાની જુબાની પરથી સેશન્સ કોર્ટની વિશેષ પોક્સો કોર્ટે આરોપીને વિનયભંગ માટે દોષી ઠરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો