ભાસ્કર વિશેષ:મુંબાદેવી મંદિરમાં દર્શન માટે બુકિંગ કરાવવું ફરજિયાત

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવિકોને એસએમએસથી દિવસ અને સમય જણાવવામાં આવશે

કોરોના નિયંત્રણમાં આવવાથી ગુરુવાર 7 ઓકટોબરથી રાજ્યના તમામ ધર્મના પ્રાર્થનાસ્થળો ખોલવામાં આવશે. મુંબઈમાં આવેલ મુંબાદેવી મંદિરમાં દર્શન કરવા માટે ભાવિકોએ અગાઉથી બુકિંગ કરાવવું ફરજિયાત રહેશે. બુકિંગ કરાવ્યા પછી ભાવિકોને એસએમએસ આવશે જેમાં દર્શનનો દિવસ અને સમય જણાવવામાં આવશે. એ અનુસાર ભાવિકોએ દર્શન કરવા માટે આવવું એવી હાકલ મુંબાદેવી મંદિર પ્રશાસને કરી છે. જોકે બાળકો, વરિષ્ઠ નાગરિકો અને ગર્ભવતી મહિલાઓ પર દર્શન કરવા માટે હાલ પૂરતા બંધી મૂકવામાં આવી છે. દર્શનનો સમય સવારના 7 થી સાંજે 6 છે.

કોરોનાના કારણે બંધ રાખવામાં આવેલા ધાર્મિક સ્થળો 7 ઓકટોબરથી ખુલશે. એમાં મુંબઈના મુંબાદેવી મંદિરનો પણ સમાવેશ છે. કોરોના નિયંત્રણમાં આવ્યો છે છતાં સંપૂર્ણપણે નાબૂદ થયો નથી. રાજ્ય સરકાર અને મુંબઈ મહાપાલિકાએ લાગુ કરેલા નિયમોનું પાલન કરતા તમામ ધર્ના પ્રાર્થનાસ્થળો ખુલશે. આ પાર્શ્વભૂમિ પર મુંબાદેવી મંદિર પ્રશાસન તરફથી સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઈઝેશન અને થર્મલ ટેસ્ટ કરવામાં આવશે. ભાવિકોએ માસ્ક પહેરવો ફરજિયાત છે.

તમામ ભાવિકોને દર્શનની ઉત્સુકતા છે. તેથી મંદિર બહાર ગિરદી થાય એવી શક્યતા છે. મંદિર પ્રશાસને પોલીસ સાથે ચર્ચા કર્યા પછી દર્શન માટે ઓનલાઈન બુકિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. એ અનુસાર મંદિરની વેબસાઈટ પર બુકિંગ કરીને જ દર્શન કરી શકાશે એવી માહિતી મંદિરના વ્યવસ્થાપક હેમંત જાધવે આપી હતી.

બીજા પણ કેટલાક નિયમો બનાવાયા
જે ભાવિકોએ કોરોનાની રસીના બે ડોઝ લીધા છે અને બીજો ડોઝ લીધાને 14 દિવસ થયા છે એવા ભાવિકોને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. તાજેતરમાં કરેલી આરટીપીસીઆર અને એન્ટિજન ટેસ્ટનો રિપોર્ટ સાથે રાખવો ફરજિયાત છે. 10 વર્ષ સુધીના બાળકો, 65 વર્ષથી મોટા નાગરિકો અને ગર્ભવતી મહિલાઓને પ્રવેશ આપવામાં નહીં આવે. મંદિરમાં ભક્તો પાસેથી હાર, ફૂલ, પ્રસાદ સ્વીકારવામાં નહીં આવે અને મંદિર તરફથી પ્રસાદ આપવામાં નહીં આવે.

અન્ય સમાચારો પણ છે...