તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનુદાન જાહેર:મુંબઈ મહાપાલિકા બેસ્ટને કરજ આપે એ બાબત ગેરકાયદેસર

મુંબઈ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • બેસ્ટને રૂ. 406 કરોડનું કરજ આપવાનું બજેટમાં જાહેર કરાયું છે

બેસ્ટ ઉપક્રમના સેવાનિવૃત કામદારોની બાકી નીકળતી ગ્રેજ્યુટી આપવા માટે મુંબઈ મહાપાલિકા તરફથી બેસ્ટને રૂ. 406 કરોડનું કરજ આપવામાં આવશે એમ મહાપાલિકા બજેટમાં જાહેર કરવામાં આવ્યું છે. પણ મહાપાલિકા કાયદામાં આ રીતે મહાપાલિકા બેસ્ટને કરજ આપે એવી કોઈ જોગવાઈ ન હોવાનો મુદ્દો બેસ્ટ સંયુક્ત કામદાર કૃતી સમિતિએ ઉપસ્થિત કર્યો છે.

બેસ્ટ ઉપક્રમ મહાપાલિકાનું અવિભાજ્ય અંગ છે. મુંબઈ મહાપાલિકા કાયદો 1888 અંતર્ગત સાર્વજનિક પરિવહન સેવા પૂરી પાડવી મહાપાલિકાની જવાબદારી છે. આવી વસ્તુસ્થિતિ હોવા છતાં મહાપાલિકાએ બજેટમાં બેસ્ટને રૂ. 406 કરોડનું કરજ અને રૂ. 765 કરોડનું અનુદાન જાહેર કર્યું છે.

આ જ સમયે કોરોના સમયગાળામાં મહાપાલિકા કામદારોએ કરેલા પ્રવાસ માટે ફક્ત રૂ. 60 કરોડની જોગવાઈ કરી છે. ઉપક્રમને સહન કરવી પડેલી ખોટ ભરી ન આપવી એ બાબત મહાપાલિકા કાયદાની કલમ 134નું ઉલ્લંઘન કરતી ગેરકાયદે વાત છે એવો આરોપ તી સમિતિના નિમંત્રક શશાંક રાવે કર્યો છે. બેસ્ટ ઉપક્રમ મહાપાલિકાનો ઉપક્રમ છે અને એમાં થતી ખોટ મહાપાલિકા ભરે એ અપેક્ષિત છે. તેમ જ આ રીતે કરજ આપવા બાબતે કોઈ પણ કાયદેસર જોગવાઈ ન હોવાનું રાવે જણાવ્યું હતું.

મહાપાલિકા ખોટ ભરે
11 જૂન 2019માં મહાપાલિકા અને બેસ્ટ વર્કર્સ યુનિયન વચ્ચે કરાર થયો હતો. એમાં બેસ્ટને પોતાની માલિકીની 3337 બસનો કાફલો રાખવો, નવી બસની ખરીદી માટે જોઈતા રૂપિયા અને ઉપક્રમની ખોટ ભરી આપવાનું મહાપાલિકા તરફથી માન્ય કરવામાં આવ્યું હતું એમ કૃતી સમિતિએ નોંધ્યું છે.

વિલિનીકરણ માટે લડાઈ
બેસ્ટનું બજેટ મુંબઈ મહાપાલિકાના બજેટમાં વિલિન થયું નથી. એમ થાય એટલા માટે કૃતી સમિતિ તરફથી લડત કરવામાં આવશે એમ રાવે સ્પષ્ટ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો