તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:કાંદિવલીમાં જૈનોના ચારેય સંપ્રદાયનાં સાધુ- સાધ્વીઓ માટે આઈસોલેશન સેન્ટર

મુંબઈ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

કોરોનાએ વિશ્વભરમાં માઝા મૂકી છે ત્યારે શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ (કાંદિવસી- મોટો ઉપાશ્રય)ના સહયોગથી શ્રી સમસ્ત મુંબઈ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ સંચાલિત (C/o. શ્રી માટુંગા જૈન શ્વે. મૂ. તપાગચ્છ સંઘ) દ્વારા કાંદિવસી પશ્ચિમમાં એસવી રોડ પર સેન્ટ્રલ બેન્કની બાજુમાં શ્રી મહાવીર જૈન આઈઝોલેશન સેન્ટરનો શનિવારે અગ્રણીઓની હાજરીમાં શુભારંભ કરવામાં આવ્યો.શ્રી જિનશાસનના ચારેય સંપ્રદાયોના ફક્ત પૂજ્ય શ્રમણ- શ્રમણી ભગવંતોની કાળજી માટેનું આ પ્રકારનું સંભવિત રીતે પ્રથમ જ આઈઝોલેશન સેન્ટર છે.

અહીં પૂજ્યોના આચારોનું સંપૂર્ણ પાલન થઈ શકે એવું ઉપાશ્રય જેવું વાતાવરણ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પરમાત્માનાં દર્શન- વંદનની વ્યવસ્થા છે. નિષ્ણાત સેવાભાવી ડોક્ટરો સેવા આપશે, એમ કાંદિવલી શંકર ગલીના જૈન આગેવાન મનીષભાઈ શાહે ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું.24 બેડ અને ઓક્સિજનની પણ વ્યવસ્થા રહેશે.

ઉપરાંત ગોચરી પાણીની પણ વ્યવસ્થા રહેશે, એમ તેમણે જણાવ્યું હતું. આ સમયે અજરામર સંપ્રદાયના ગચ્છનાયક આ. ડો. શ્રી પ્રકાશચંદ્રજી સ્વામી મ.સા. પ.પૂ.આ. શ્રી મુક્તિવલ્લભ સૂ. મ. હાજર રહ્યા હતા. આ સમય ફાલ્ગુનભાઈ ગાંધી, મનીષ મહેતા, પીયુષભાઈ, ધવલભાઈ વોરા, મનીષભાઈ શાહ, કુમારભાઈ હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો