ડ્રગ્સ પ્રકરણ:ડ્રગ્સ માફિયા સરકારના ઘરજમાઈ છે? રામ કદમ

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડ્રગ્સ પ્રકરણમાં એનસીબીએ ક્રુઝ પર દરોડા પાડ્યા પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસે ગંભીર પ્રશ્નચિહન ઊભું કર્યા બાદ રાજકીય ખળભળાટ મચી ગયો છે. ભાજપના ઘાટકોપરના વિધાનસભ્ય રામ કદમે હવે તે પરથી મહાવિકાસ આઘાડી પર નિશાન સાધ્યું છે. એનસીબીના અધિકારીઓએ સાહસ કરીને ક્રુઝ પર કાર્યવાહી કરીને ડ્રગ્સ અને અમુક લોકોને રંગેહાથ પકડયા. આખા દેશમાં તેનાં વખાણ થઈ રહ્યાં છે, પરંતુ બીજી બાજુ મહારાષ્ટ્ર સરકારના મંત્રી પત્રકાર પરિષદ લઈને આ સર્વ કાર્યવાહી ઢોંગ છે એવું કહીને તે અધિકારીનું અપમાન કરી રહ્યા છે, એમ કદમે જણાવ્યું હતું.

અધિકારીઓ ડ્રગ્સ માફિયા પર કાર્યવાહી કરે તેને ઢોંગી ગણાવી રહ્યા છે તો શું ડ્રગ્સ માફિયા સારા છે. મહારાષ્ટ્ર સરકારની બુદ્ધિ ક્યાં ગઈ છે? ડ્રગ માફિયા ત્રણ પક્ષની સરકારના સગા થાય છે? રિયા ચક્રવર્તીનાસમયે પણ તેના વ્હોટ્સએપ ચેટ પરથી ડ્રગ્સ સાથે સંબંધિત સંભાષણ ૬૬ દિવસ સુધી છુપાવ્યું હતું. ડ્રગ્સ માફિયા તમારા કોણ લાગે છે? ઘરજમાઈ છે? એવો પ્રશ્ન તેમણે પૂછ્યો છે.

જે અધિકારી કાર્યવાહી કરશે તેમની પર તમે તૂટી પડો છો. તમે શું થયું છે. મહારાષ્ટ્ર સરકારને તેનો જવાબ આપવો પડશે. અપ્રત્યક્ષ રીતે ડ્રગ માફિયાનું સમર્થન કરી રહ્યા છો કે કેમ? કરોડો રૂપિયાની વસૂલી તેમની પાસેથી કરવામાં આવી રહી છે કે શું? આ પ્રશ્નોના ઉત્તરો સરકારે આપવા પડશે, એમ કદમે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...