તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:અજિત પવારને ભીંસમાં લેવા સિંચાઈ ભ્રષ્ટાચારની તપાસ હવે ED દ્વારા થશે

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ACB અને SIT દ્વારા આ પ્રકરણમાં અગાઉ ક્લીન ચિટ અપાઈ છે

એન્ટી કરપ્શન બ્યુરો અને સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (એસઆઈટી) તરફથી સિંચાઈ ભ્રષ્ટાચારમાં ક્લીનચિટ મળ્યા પછી હવે એન્ફોર્સમેંટ ડિરેકટોરેટ ફરીથી સક્રિય થયો છે. વિદર્ભ પાટબાંધારે વિકાસ મહામંડળ, કોકણ પાટબાંધારે વિકાસ મહામંડળ અને કૃષ્ણા ખોરે પાટબાંધારે વિકાસ મહામંડળે 1999થી 2009ના સમયગાળામાં ડેમના ટેંડર, સુધારેલ પ્રશાસકીય માન્યતા, કોન્ટ્રેકટરોને ચૂકવેલા બિલ જેવા તમામ કાગળપત્રો આપવા એવી માગણી ઈડીએ કરી છે. ઈડીની આ નવી સક્રિયતા ઉપમુખ્યમંત્રી અજિત પવાર માટે અડચણરૂપ સાબિત થાય એવી શક્યતા છે. કથિત સિંચાઈ ભ્રષ્ટાચાર સંદર્ભે તત્કાલીન જળસંપદા મંત્રી, કોન્ટ્રેકટરો, અધિકારીઓ વચ્ચેના આર્થિક વ્યવહારની તપાસ ઈડીએ શરૂ કરી છે.

આ બાબતે ઈડીએ રાજ્યના જળસંપદા વિભાગના સચિવને 8 સપ્ટેમ્બર 2020ના આ સંદર્ભે પત્ર મોકલ્યો છે. ઈડીએ કથિક સિંચાઈ ભ્રષ્ટાચારના મની લોન્ડરિંગની તપાસ માટે કોકણ પાટબાંધારે મહામંડળના કાર્યકારી સંચાલકને સમન્સ બજાવ્યા છે અને 21 ઓકટોબરના મુંબઈ સ્થિત ઈડીના કાર્યાલયમાં ઉપસ્થિત રહેવા જણાવ્યું છે. ઈડીએ મે 2020માં વિદર્ભ પાટબાંધારે મહામંડળના અખત્યાર હેઠળના ગોંદિયા, યવતમાળ, ભંડારા જિલ્લાના 12 સિંચાઈ પ્રકલ્પોના ભ્રષ્ટાચાર સંદર્ભે એફઆઈઆર દાખલ કરી છે. હવે ફરીથી તપાસની તૈયારી કરતા 8 સપ્ટેમ્બરના ઈડીએ રાજ્યના જળસંપદા વિભાગના સચિવને પત્ર મોકલ્યો છે. આ પત્રમાં વિદર્ભ પાટબાંધારે વિકાસ મહામંડળ, કૃષ્ણા ખોરે વિકાસ પાટબાંધારે મહામંડળ અને કોકણ પાટબાંધારે વિકાસ મહામંડળ એમ ત્રણ મહામંડળના અખત્યાર હેઠળના ડેમના કામો બાબતના કાગળપત્રો મગાવ્યા છે. 1999થી 2009ના સમયગાળાની માહિતી દસ દિવસમાં આપવી એમ પત્રમાં નોંધવામાં આવ્યું છે.

પણ આ પત્ર મળ્યાને એક મહિનો વીતી જવા છતાં રાજ્ય સરકારે હજી કોઈ માહિતી ઈડીને આપી નથી એમ જણાય છે. કાગળપત્રો કોર્ટમાં છે : એન્ટિ કરપ્શન બ્યુરો અને એસઆઈટીએ આ પ્રકરણમાં લગભગ 95,000 કાગળપત્રો તપાસ્યા છે. આ તમામ કાગળપત્રો કોર્ટને સુપ્રત કરવામાં આવ્યા છે. આ કાગળપત્રો ઈડી કોઈ પણ સમયે જોઈ શકે છે. તેથી એમાં નવેસરથી કોઈ કાગળપત્રો આપવાનો સવાલ જ નથી એમ ઈડીની નવી સક્રિયતા બાબતે જળસંપદા વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું.

70,000 કરોડનો ભ્રષ્ટાચાર
રાજ્યમાં 1999 થી 2009ના દસ વર્ષમાંફક્ત 0.1 ટકા જમીન સિંચાઈ હેઠળ આવી હોવાનો ઉલ્લેખ રાજ્યના આર્થિક નિરીક્ષણ અહેવાલમાં હતો. એના પરથી રૂ, 70,000 કરોડનો ભ્રષ્ટાચાર થયાનો આરોપ તત્કાલીન વિરોધી પક્ષ ભાજપે કર્યો હતો. તત્કાલીન જળસંપદા મંત્રી અજિત પવાર પર ભ્રષ્ટાચારના આરોપ કર્યો હતો. પણ આ ભ્રષ્ટાચારમાંથી રાજ્યના એન્ટિ કરપ્શન બ્યુરો અને સિંચાઈ ભ્રષ્ટાચારની તપાસ કરતી એસઆઈટીએ અજિત પવારને ક્લીનચિટ આપી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો