તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરક્ષા:ગટરના મેનહોલમાં પડી જવાની દુર્ઘટના ટાળવા લોખંડની જાળી

મુંબઇ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મુંબઈમાં 855, પશ્ચિમ ઉપનગરમાં 355, પૂર્વમાં 186 મેનહોલ પર સુરક્ષા

વરસાદના પાણીનો નિકાલ સૌથી ઝડપથી કરનાર મેનહોલને મહાપાલિકાએ ચોમાસા પહેલાં સુરક્ષિત કર્યા છે. આ મેનહોલ પર સુરક્ષા માટે લોખંડની જાળી લગાડવામાં આવી છે. તેથી ભરાયેલા પાણીમાં ખુલ્લો મેનહોલ ન દેખાય તો કોઈ વ્યક્તિ અંદર પડી જાય છતાં એ તણાઈ નહીં જાય અને લોખંડની જાળીમાં અટવાઈ જશે. સંભવિત દુર્ઘટના ટાળવા માટે મહાપાલિકાએ મુંબઈ શહેરના 855, પશ્ચિમ ઉપનગરોના 355 અને પૂર્વ ઉપનગરોના 186ના મેનહોલ પર સુરક્ષા માટે લોખંડની જાળી લગાડી છે. મુંબઈમાં કુલ 73,000 મેનહોલ છે.

કોરોનાને રોકવા માટે સંપૂર્ણ યંત્રણા કામ કરી રહી છે ત્યારે મહાપાલિકાએ ચોમાસા પહેલાંના કામ પૂરા કરતા નાળાસફાઈ, રસ્તા, રસ્તાઓ પરના ખાડા બુઝાવવાના કામ કર્યા છે. એમાં પાણીનો નિકાલ કરવા માટે ઠેકઠેકાણેના મેનહોલમાં લોખંડની જાળી લગાડીને સુરક્ષિત કરવામાં આવ્યા છે. મુંબઈ શહેર અને પૂર્વ-પશ્ચિમ ઉપનગરોના વોર્ડમાં ચોમાસાના પાણીનો નિકાલ થવા માટે અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાખવામાં આવી છે. એમાં પાઈપ, બોક્સ અને આર્ચ ડ્રેનનો સમાવેશ છે. આ પાઈપલાઈનોના મેઈનટેનન્સ માટે મેનહોલ લગાડવામાં આવ્યા છે. જોકે આ પાણી ભરાયેલા હોય એ સમયે મેનહોલ ખુલ્લુ હોય તો દેખાતું નથી અને કોઈ પણ વ્યક્તિ એમાં પડી જઈને તણાઈ જઈ શકે છે.

સમાજકંટકોનો પડકાર
મહાપાલિકાનું પર્જન્ય પાઈપલાઈન ખાતુ, મળનિસરણ ખાતુ, વોટર એન્જિનિયરીંગ ખાતુ, ગંદુ પાણી જેવા વિવિધ ખાતા સાથે સંબંધિત મુંબઈમાં વિવિધ ઠેકાણે એક લાખથી વધુ મેનહોલ છે. મેઈનટેનન્સ અને રિપેરીંગ માટે સફાઈ કોન્ટ્રેકટર, મહાપાલિકા કર્મચારીઓ દ્વારા આ મેનહોલ ખોલવામાં આવે છે. જોકે આ મેનહોલ ખુલ્લા રહી જાય તો દુર્ઘટના થઈને જીવહાની થવાની શક્યતા રહે છે. આ પાર્શ્વભૂમિ પર મુંબઈના તમામ મેનહોલ પર લોખંડની જાળી લગાડવાનું કામ ચાલુ છે. જોકે કેટલાક ઠેકાણએ સમાજકંટકો તરફથી મહાપાલિકાએ મેનહોલ પર લગાડેલ લોખંડની જાળી કાઢવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એના લીધે મહાપાલિકાની બદનામી થાય છે.

અન્ય સમાચારો પણ છે...