તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઇડીએ ઇકબાલ મિરચીના પરિવારને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવા કોર્ટમાં કાર્યવાહી કરી હતી. ઇડીએ 2013 માં લંડનમાં 63 વર્ષની વયે અવસાન પામેલા મિરચી, તેના પરિવાર અને અન્ય લોકો સામે ગયા વર્ષે મુંબઈ પોલીસની એફઆઈઆરનો અભ્યાસ કર્યા બાદ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ગેંગસ્ટર ઇકબાલ મિરચીના 3 પરિવારના સભ્યોને ભાગેડુ આર્થિક અપરાધીઓ તરીકે ઘોષિત કરવા શુક્રવારે કોર્ટમાં અરજી કરી હતી. આના પગલે તેમની સંપત્તિ જપ્ત કરવામાં માટે આવશે.
તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે જુનાદ ઇકબાલ મેમણ, આસિફ ઇકબાલ મેમણ (મિરચીના પુત્રો) અને હજારા મેમણ (પત્ની) ને ભાગેડુ આર્થિક અપરાધીઓ જાહેર કરવાની અપીલ સાથે કોર્ટ સમક્ષ ફ્યુજિટિવ ઇકોનોમિક અપરાધીઓ અધિનિયમ હેઠળ અરજી દાખલ કરવામાં આવી છે.પ્રથમ તબક્કામાં, મુંબઇના સિજેય હાઉસના ત્રીજા અને ચોથા માળ સહિતની 15 ભારતીય સંપત્તિ જપ્ત કરવાની માગણી કરવામાં આવી છે. સિજેય હાઉસની મિલકત જેની બજાર કિંમત લગભગ રૂ. 96 કરોડ છે અને છ બેંક ખાતાઓ જેમાં 1.9 કરોડ રૂપિયાની બેલેન્સ છે.
આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ભાગેડુ આર્થિક અપરાધીઓ કાયદા હેઠળ પૂરક અરજીઓ ઇડીને મંજૂરી આપવા માટે કોર્ટને અરજી પણ કરવામાં આવી છે. એફઇઓ એક્ટમાં ભાગેડુ આર્થિક ગુનેગારની મિલકત જપ્ત કરવાની ભલામણ કરવામાં આવી છે, જો તેની સામે 100 કરોડ અથવા તેથી વધુની રકમના ગુના બદલ વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હોય અને તે દેશ છોડીને પાછો ફરવાનો ઇનકાર કરવાના સંજોગોમાં આ કાયદા હેઠળ કાર્યવાહી કરી શકાય છે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.