તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ડ્રગ્સ કનેકશનમાં આં.રાષ્ટ્રીય સિન્ડિકેટની સંડોવણી

મુંબઈ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડ્રગ્સ કનેકશનમાં આં.રાષ્ટ્રીય સિન્ડિકેટની સંડોવણી

નાર્કોટિક્સ કંન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ સુશાંતસિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીના ડ્રગ્સ કનેક્શન અને તેની ડ્રગ સિન્ડિકેટનો ભાંડાફોડ કરી નાખ્યો છે. આ સિન્ડિકેટના અનેક દેશો સાથે તાર જોડાયેલા મળી આવ્યા છે. એનસીબી હવે આ મામલામાં આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટની તપાસ કરી રહી છે.

ડ્રગ્સ કેસમાં એનસીબી દ્વારા ધરપકડ કરાયેલા ડ્રગ પેડલર ઝાઈદ વિલાત્રા બાંદરા વેસ્ટમાં એક કુટુંબનો ઢાબો ચલાવતો હતો. આ જ ઢાબામાંથી ઝાઈદ ડ્રગ સપ્લાય કરતો હતો. આ ડ્રગ્સના કોડવર્ડ કેટલાંક ફ્રૂટનાં નામ પરથી રાખવામાં આવ્યા હતા. આ તમામ કોડવર્ડની ઝાઈદના ગ્રાહકોને ખબર હતી. તેની પાસેથી ડ્રગ્સ ખરીદવા માટે ઉપયોગમાં લેવાતા આ કોડવર્ડથી ફોન પરથી ઝાઈદના ગ્રાહકોને ગાંજા, ચરસ અને અન્ય ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતો હતો.આ કડીમાં એનસીબી દ્વારા પકડાયેલો આરોપી ડ્રગ પેડલર અંકુશ પણ અંધેરી વેસ્ટમાં એક રસોડું ચલાવે છે અને તપાસમાં બહાર આવ્યું છે કે અંકુશ રસોડાનૂ ફૂડ ડિલિવરી સાથે તેના ગ્રાહકોને ડ્રગ પણ સપ્લાય કરતો હતો. અંકુશે પણ તેના ગ્રાહકોને ડ્રગ સપ્લાય કરવા માટે ખાદ્યપદાર્થોનાં પરથી કોડવર્ડ રાખ્યો હતો અને તે આદર્શ નગર, લોખંડવાલા, વર્સોવા, જુહુ, ચાર બંગલો, સાત બંગલો, યારી રોડ પર સપ્લાય કરતો હોવાનું કબલ્યું છે.

રિયા ગેન્ગનું સિન્ડિકેટ કનેકશન
એનસીબીએ તપાસમાં શોધી કાઢ્યું છે કે, ઝડપાયેલા ડ્રગના તસ્કરો પૈકી કેટલાક યુરોપિયન દેશોમાંથી વિદેશી ગાંજો માગી રહ્યા હતા. સુશાંત માટે આ વિદેશી ગાંજો વિદેશથી આયાત કરવામાં આવ્યો હતો કે કેમ તેની તપાસ ચાલી રહી છે. નેધરલેન્ડ્સના એમ્સ્ટરડેમ શહેર અને કેનેડા અને યુકેથી ડ્રગ્સ આવતું હતું.તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, રિયા અને સુશાંત ઉચ્ચ ગુણવત્તાના બડ્સ (નશીલો પદાર્થ) લેવાનું પસંદ કરતાં હતાં. તેમને ઉક્ત ત્રણ દેશમાંથી વિશ્વના સૌથી મોંઘા અને ઉચ્ચતમ ગુણવત્તાના બડ્સ મળતા હતા. બડ્સ ભારતમાં લાવ્યા પછી તસ્કરો દ્વારા વેચવામાં આવ્યું હતું. ખાસ પ્રસંગોએ બડ્સ સપ્લાય કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ બડ્સ અને હિમાચલ પ્રદેશથી આવતું ચરસ પણ સુશાંતના ઘરે મગાવવામાં આવતું હતું. એનસીબી હવે સુશાંતને પૂરી પાડવામાં આવતી ડ્રગ્સની વિદેશી કડીઓની પણ તપાસ કરી રહી છે.

ડ્રગ્સની દુનિયાના કોડવર્ડ
ડ્રગ્સની આ ડિલિવરી માટે કોડવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે, જે ગ્રાહકોને વિશિષ્ટ વ્હોટ્સએપ જૂથ દ્વારા અથવા ફોન અથવા ફેસબુક મેસેંજર દ્વારા પહોંચાડવામાં આવે છે. બાંદરા અને ખાર વર્તુળમાં ભારતીય અને વિદેશી ચલણનો ઉપયોગ કોડવર્ડ તરીકે પણ થાય છે. તેમાં ડ્રગ્સ તરીકે ડોલર- વીડ્સ (લીલા રંગનો), બ્રિટિશ પાઉન્ડ - બ્લુ બેરી કુશ, દિરહામ - સ્ટ્રોબેરી કુશ, આઈએનઆર - સ્થાનિક વીડ્સ. એ જ રીતે વીડ્સ, હર્બલ ગ્રીન, બડ, પોટ, ઘાસ અને ડૂબ કોડવર્ડ્સ પણ ગાંજા માટે વપરાય છે. આ ગાંજો (બીડ્સ) જે સિગારેટમાં નાખીને પીવામાં આવે છે, તે જોઇન્ટ્સ, બોંગ્સ અને બ્લન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...