તપાસ:મંત્રી અનિલ પરબ સામે કેસ દાખલ કરનાર સામે તપાસ

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સસ્પેન્ડેડ મોટર વેહિકલ ઈન્સ્પેક્ટર ગજેન્દ્ર પાટીલ દ્વારા પરિવહન મંત્રી અનિલ પરબ, રાજ્યના ટ્રાન્સપોર્ટ કમિશનર અવિનાશ ઢાકણે અને પાંચ સિનિયર અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર અને લાંચના આરોપો કરતાં નાશિક પોલીસે તપાસ શરૂ કર્યાને પખવાડિયામાં પરિવહન વિભાગે પાટીલ સામે બે ખાતાકીય તપાસ અગાઉથી જ શરૂ કરી દીધી છે એવું બહાર આવ્યું છે.

19મી જાન્યુઆરીએ નાશિક આરટીઓના ઈન્સ્પેક્ટર પાટીલને સેવામાંથી સસ્પેન્ડ કરાય હતો અને તેની સામે બે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી. અમે મહારાષ્ટ્ર સિવિલ સર્વિસ રુલ્સની જોગવાઈઓ અનુસાર પાટીલને ચાર્જશીટ ફટકારીછે અને તપાસ અધિકારી અને પ્રેઝેન્ટિંગ ઓફિસરની નિયુક્તિ કરી છે. તપાસ સમયસર પૂર્ણ થશે એવી અમને અપેક્ષા છે, એમ એક વરિષ્ઠ ટ્રાન્સપોર્ટ ઓફિસરે જણાવ્યું હતું.પાટીલ સામે ફરજમાં કસૂરનો આરોપ મુકાયો છે. ઉપરાંત ધુળેમાં મોહાડીનગર પોલીસ સ્ટેશનમાં તેની સામે ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ચાર્જશીટ અનુસાર પાટીલે મહામારી દરમિયાન નિયમો તોડનારા વાહનચાલકો સામે પગલાં લીધાં નહોતાં અને સક્ષમ પ્રશાસનની પરવાનગી વિના ફરજમાંથી ગેરહાજર રહ્યો હતો. 20 ઓગસ્ટ, 2020ના રોજ ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ કમિશનર જિતેન્દ્ર પાટીલે પરિવહન વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીને જાણ કરી હતી કે ઓફિસમાં મોટાં ભાગનાં ટેબલો પર મળી આવેલાં સીલબંધ કવર સંબંધમાં પાટીલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...