તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ટિકિટ સાથે શોપિંગની પણ સુવિધા આપતું મેટ્રો કાર્ડ રજૂ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

માસ્ટરકાર્ડ, મુંબઈ મેટ્રો અને એક્સિસ બેન્કે આજે મુંબઈગરા માટે સંપર્કરહિત અને કેશલેસ પ્રવાસની ખાતરી રાખવા માટે વન મુંબઈ મેટ્રોકાર્ડ લોન્ચ કર્યાની ઘોષણા કરી હતી. આ પ્રીપેઈડ, ઓપન લૂપ કોન્ટેક્ટલેસ કાર્ડ છે, જે ફક્ત એક ટેપ સાથે રોજના ટ્રાન્ઝિટ પ્રવાસના ભાગરૂપે ઉપયોગ કરી શકાશે.

આ કાર્ડ ખાદ્ય, કરિયાણું, દવાઓ અને ટિકિટો ખરીદી કરવા જેવી રોજની સર્વ ખરીદીઓ માટે પણ ઉપયોગ કરી શકાશે.વન મુંબઈ મેટ્રો કાર્ડની મુખ્ય વિશિષ્ટતાઓમાં વન મેટ્રોનાં ભાડાં સાથે અન્ય રોજના ખર્ચ, જેમ કે, કરિયાણું, રેસ્ટોરાં અને શોપિંગ માટે સંપર્કરહિત, ઉપયોગની સરળતા અને ટોપ-અપ સ્પીડ અને સુવિધાનો સમાવેશ થાય છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને ઝંઝટમુક્ત રોજના પેમેન્ટના સમયમાં ગમે ત્યાં લાઈન લગાવવાની જરૂર વિના આ સુરક્ષિત અને સહજ મેટ્રો પ્રવાસની સુવિધા આપે છે. મુંબઈ મેટ્રો સ્ટેશનના કાઉન્ટરો પરથી વન મુંબઈ મેટ્રોકાર્ડ મેળવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...