તપાસ:સુશાંત કેસમાં સંજય લીલા ભણસાલીની પૂછપરછ

મુંબઇ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંજય લીલા ભણસાલી ફાઇલ તસવીર - Divya Bhaskar
સંજય લીલા ભણસાલી ફાઇલ તસવીર
  • ભણસાલી સુશાંત સાથે ચાર ફિલ્મો પર કામ કરવા માગતા હતા

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે (34) કરેલી આત્મહત્યા કેસમાં અગ્રણી ફિલ્મકારમાંથી એક સંજય લીલા ભણસાલીએ સોમવારે બાંદરા પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. ખાસ કરીને ભણસાલી સુશાંત સાથે ચાર ફિલ્મો કરવા માગતા હતા, પરંતુ તારીખોની સમસ્યા હતી. એક મોટા નિર્માણગૃહ સાથે કરારને કારણે સુશાંત તારીખો આપી શકતો નહોતો એવું કહેવાય છે. આ સંબંધમાં પોલીસે પૂછપરછ કરી હતી. સુશાંત બોલીવૂડના ચુનંદા નામી ફિલ્મકારોની ઘરાણાશાહીને લીધે ગમગીનીમાં આવી ગયો હતો કે કેમ તે પોલીસ જાણવા માગે છે. આથી સુશાંત સાથે સંબંધિત અનેકોની પૂછપરછ કરી રહી છે.

તારીખોમાં ફસાઈ જવાથી તે ભણસાલીને ડેટ્સ આપી શકતો નહોતો
સુશાંતે 14 જૂને બાંદરા પાલી હિલમાં માઉન્ટ બ્લાન્કના છઠ્ઠા – સાતમા માળના ડુપ્લેક્સમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેની આત્મહત્યા પછી તેને આવું પગલું ભરવા માટે પ્રવૃત્ત કરાયો હતો કે કેમ તેવી શંકા ઊભી થતાં રાજ્યના ગૃહમંત્રીના આદેશથી તપાસ ચાલી રહી છે. આ કેસમાં સુશાંતની નજીકના મિત્રો રિયા ચક્રવર્તી, રોહિણી અય્યર, સિદ્ધાર્થ પિથાની, મુકેશ છાબરા વગેરેની પૂછપરછ કરવામાં આવી છે. સુશાંતની આગામી અને છેલ્લી ફિલ્મમાં સહ-કલાકાર સંજના સાંઘીનું પણ નિવેદન પોલીસે નોંધ્યું છે.ભણસાલી સુશાંતને તેમની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા રામ-લીલા’ માં કાસ્ટ કરવા માટે ઉત્સુક હતા, જેમાં પછી રણવીર સિંહને તક અપાઈ હતી. ભણસાલીએ સુશાંતને ચાર ફિલ્મોની ઓફર કરી હતી, પરંતુ તારીખોમાં ફસાઈ જવાથી તે ભણસાલીને ડેટ્સ આપી શકતો નહોતો.

અન્ય સમાચારો પણ છે...