તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:મની લોન્ડરિંગ કેસમાં રાજ કપૂરના દોહિત્રની પૂછપરછ

મુંબઈ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકના પુત્ર સાથે સંબંધને લઈને નામ ઊછળ્યું

બોલીવૂડની શોમેન રાજ કપૂરના દોહિત્ર અને અભિનેતા અરમાન જૈનની મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા બુધવારે કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. દક્ષિણ મુંબઈમાં બેલાર્ડ એસ્ટેટ ખાતે અરમાનની ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ટોપ્સ સિક્યોરિટી ગ્રુપને સંડોવતા 175 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા તપાસ ચાલી રહી છે.ઈડીએ પેડર રોડ સ્થિત અરમાનના ઘરે પણ તલાશી લીધી હતી. અરમાન તેની માતા રીમા જૈન સાથે રહે છે.

એવું કહેવામાં આવે છે કે ઇડી અધિકારીઓએ અરમાનના ઘરમાંથી પુરાવા પણ એકત્રિત કર્યા હતા. શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકના પુત્ર વિહંગ સાથેના તેના સંબંધોને કારણે તેનું નામ આ કેસમાં સામે આવ્યું હોવાનું કહેવાય છે. અરમાનની સાથે વિહંગની વ્હોટ્સએપ ચેટ્સ મળી આવતાં ઇડીએ બોલાવ્યો હતો અને નિવેદન નોંધ્યું હતું.

ઈડીએ અગાઉ તેને 11 જાન્યુઆરીએ તેને પૂછપરછ માટે બોલાવ્યો હતો, પણ અંગત કારણોનો હવાલો આપીને તે હાજર રહ્યો નહોતો. અરમાન રણબીર કપૂર અને કરીના કપૂરનો કઝીન છે. અરમાનના મામા રાજીવ કપૂરનું નિધન થયું હતું તે જ દિવસે ઈડી અરમાનના ઘરે દરોડા પાડ્યા હતા. તપાસ દરમ્યાન ઈડી ટોપ સિક્યોરિટી ગ્રુપ સાથે અરમાન જોડાયેલો છે એવા પુરાવા મળ્યા હતા. ઈડીએ થોડા કલાકો સુધી ઘરની તપાસ કરી અને રેડ પૂરી થયા બાદ અરમાનને તેના મામા (રાજીવ કપૂર)ના અંતિમસંસ્કારમાં જવાની મંજૂરી આપી હતી. અરમાનની માતા રીમા જૈન રણધીર, રિશી અને રાજીવ કપૂરની બહેન છે. અરમાને 2014માં ‘લેકર હમ દીવાના દિલ’થી ડેબ્યુ કર્યું હતું. તેનાં લગ્ન અનિશા મલ્હોત્રા સાથે થયાં છે.

MMRDA કમિશનરની 7 કલાક પૂછપરછ
દરમિયાન એમએમઆરડીએ કમિશનર આર એ રાજીવની મંગળવારે ઈડી દ્વારા સાત કલાક પૂછપરછ કરવામાં આવી હતી. ટોપ સિક્યોરિટીને 2014-17માં સિક્યોરિટી ગાર્ડ પૂરા પાડવા માટે એમએમઆરડીએએ કોન્ટ્રાક્ટ આપ્યા હતા. જોકે 500ને બદલા 350 ટકા જ ગાર્ડ આપ્યા હતા, જ્યારે બાકી ગાર્ડનાં બોગસ બિલો રજૂ કરીને પૈસા લીધા હતા. આ કોન્ટ્રાક્ટ મેળવી આપવામાં પ્રતાપ સરનાઈકે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જ્યારે તેમના નિકટવર્તી અમિત ચંડોલેએ એજન્ટનું કામ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો