તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂચના:એરપોર્ટના નામકરણ મુદ્દે કેન્દ્રિય મંત્રીને ધોરણ તૈયાર કરવા સૂચના

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર દેશમાં નવા એરપોર્ટના નામકરણ બાબતે એક જ ધોરણ હોવું જોઈએ

દેશમાં એરપોર્ટને નામ આપવાની બાબતે દેશમાં એક સમાન ધોરણ હોવું જોઈએ. એ દષ્ટિએ કેન્દ્ર સરકારે વર્ષો પહેલાં પ્રારુપ ધોરણ તૈયાર કર્યું હતું પણ હજી એ અંતિમ કરવામાં આવ્યું નથી. હવે કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરફાર થયા છે અને હવાઈ ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંદિયાએ આ બાબતમાં ગંભીરતાથી ધ્યાન આપીને પહેલા આ કામ કરવું જોઈએ એવી સૂચના મુંબઈ હાઈ કોર્ટે કરી હતી. તેમ જ આ પ્રશ્ન પર કેન્દ્ર સરકારને 16 જુલાઈના પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવાનું જણાવ્યું હતું.

નવી મુંબઈના આગામી આંતરરાષ્ટ્રીય એરપોર્ટને શિવસેના પ્રમુખ સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેનું નામ આપવું કે સ્થાનિક કામદાર નેતા દિ.બા.પાટીલનું નામ આપવું એના પરથી વિવાદ ચાલુ હોવાની પાર્શ્વભૂમિ પર હાઈ કોર્ટના વકીલ એડવોકેટ ફિલજી ફ્રેડરિકે જનહિત અરજી કરી છે. દેશમાં નવા એરપોર્ટનું નામકરણ કરવું અથવા જૂના એરપોર્ટનું નામ બદલવાના મુદ્દે વારંવાર વિવાદ ઊભા થાય છે. આવા વિવાદને કારણે સમાજમાં ભાગલા પડે છે. 2008થી 2018ના સમયગાળામાં આ રીતે વિવાદ નિર્માણ થતા 6 એરપોર્ટના નામ બદલવામાં આવ્યા.

અત્યારની પદ્ધતિ પ્રમાણે રાજ્યની વિધાનસભામાં ઠરાવ કરીને સંબંધિત એરપોર્ટનું નામકરણ કરવા બાબતે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવે છે. પણ આ પ્રશ્ને હજી કોઈ નક્કર ધોરણ નથી. કેન્દ્ર સરકારે 2016માં પ્રસ્તાવ લાવીને દરેક એરપોર્ટનું નામ જે શહેરમાં હોય તે જ નામ રાખવાનો ઈરાદો જાહેર કર્યો અને 2018માં એ ધોરણનું પ્રારુપ પણ તૈયાર કર્યું. પણ આજ સુધી એ અંતિમ થયું નથી એમ ફ્રેડરિકે ધ્યાનમાં લાવ્યું હતું. આ ધોરણ અંતિમ થાય ત્યાં સુધી કોઈ પણ રાજ્ય નવા એરપોર્ટનું નામકરણ કરવું અથવા જૂના એરપોર્ટનું નામ બદલવા બાબતનો પ્રસ્તાવ મોકલે તો એના પર નિર્ણય લેવો નહીં એવો નિર્દેશ કેન્દ્ર સરકારને આપવો એવી વિનંતી કરી હતી.

નવા મંત્રીએ પહેલુ કામ આ કરવું જોઈએ
મુખ્ય જજ દીપાંકર દત્તા અને જજ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠે એની નોંધ લેતા કેન્દ્ર સરકારના અતિરિક્ત સોલિસિટર જનરલ અનિલ સિંઘને પૂછ્યું હતું. કેન્દ્રનું ધોરણ હજી પ્રાથમિક સ્વરૂપમાં છે કે? એમ હોય તો હવે નવા મંત્રી આવ્યા છે તેમણે પહેલુ કામ આ કરવું જોઈએ એમ ખંડપીઠે નોંધ્યું હતું. કેટલાક દિવસ પહેલાં નવી મુંબઈ એરપોર્ટના નામકરણના આંદોલન માટે 25,000 નાગરિકો કોરોનાના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને ભેગા થયા હતા. એ માટે અમે રાજ્ય સરકારને ખખડાવી હતી. આ રીતે પરવાનગી શા માટે આપવી જોઈએ? કેન્દ્ર સરકાર તરફથી સમગ્ર દેશમાં એરપોર્ટના નામકરણ કરવા માટે એક જ ધોરણ હોવું જોઈએ એવુ નિરીક્ષણ ખંડપીઠે નોંધ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...