આદેશ:રાજભવનમાં ખર્ચ કપાત કરવા સૂચના, કોઈ પણ નવું મોટું બાંધકામ શરૂ ન કરવું

મુંબઈ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના સંકટનો મુકાબલો કરવા સરકારને વધુ સંશાધનો ઉપલબ્ધ થાય એ દષ્ટિએ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ગુરુવારે રાજભવનના ચાલુ આર્થિક વર્ષના ખર્ચમાં વિવિધ ઉપાયયોજનાઓ દ્વારા કપાત કરવાની સૂચના રાજભવન પ્રશાસનને કરી છે. 

રાજભવનમાં કોઈ પણ નવું મોટું બાંધકામ શરૂ ન કરવું. ફક્ત અત્યારે ચાલી રહેલા કામ પૂરા કરવા. આગામી આદેશ આપવામાં આવે ત્યાં સુધી રાજભવનમાં આવનારા દેશવિદેશી મહેમાનોના સ્વાગતમાં ભેટવસ્તુ કે સ્મૃતિચિહ્ન ન આપવા. આગામી આદેશ આપવામાં આવે ત્યાં સુઘી રાજભવનમાં કોઈ નવા નોકર ભરતી ન કરવા. સ્વાતંત્ર્ય દિનની સંધ્યાએ ૧૫ ઓગસ્ટના પુણેના રાજભવનમાં રાજ્યપાલ દ્વારા આયોજિત કરવામાં આવતો સ્વાગત સમારંભ આ વર્ષે રદ કરવો. રાજભવન માટે નવી કાર ખરીદવાનો પ્રસ્તાવ આગળ ઠેલી દેવો. અતિમહત્ત્વના વ્યક્તિનું સ્વાગત કરતા પુષ્પગુચ્છ આપવાની પ્રથા બંધ કરવી. રાજભવન ખાતે વીઆઈપી ગેસ્ટ રૂમમાં ફ્લાવર પોટ કે શોભાની ફૂલદાની રાખવી નહીં. કુલગુરુઓ અને અધિકારીઓ સાથેની બેઠકો વીડિયો કોન્ફરન્સ દ્વારા લઈને પ્રવાસના ખર્ચમાં કપાત કરવી જેવી સૂચનાઓ રાજ્યપાલે આપી છે. ઉપરોક્ત ઉપાયયોજનાઓને કારણે રાજભવનના ચાલુ વર્ષના બજેટમાં ૧૦ થી ૧૫ ટકા બચત થશે એવો અંદાજ છે. પોતાનો એક મહિનાનો પગાર અને આગામી એક વર્ષ માટે પગારના ૩૦ ટકા કોરોનાગ્રસ્તોની મદદ માટે વડાપ્રધાન મદદ ફંડમાં આપવાનું રાજ્યપાલ કોશ્યારીએ પહેલાં જ જાહેર કર્યું છે. ગુરુવારે જાહેર કરેલી કરકસરની ઉપાયયોજનાને કારણે બચનાર ભંડોળ સરખામણીએ ઓછું છે છતાં કોરોના સંકટનો મુકાબલો કરવાની દષ્ટિએ એ મહત્ત્વનું ગણાશે એવો મત રાજ્યપાલે વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...