તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:INS તબર આફ્રિકા –યુરોપમાં સંયુક્ત કવાયતોમાં ભાગ લેશે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉપરાંત વિવિધ બંદરો પર વ્યાવસાયિક, સામાજિક, રમતગમત આદાનપ્રદાન

ઈન્ડિયન નેવલ શિપ (આઈએનએસ) તબર આફ્રિકા અને યુરોપની સફર પર નીકળી છે, જેમાં વ્યાવસાયિક, સામાજિક અને રમતગમત આદાનપ્રદાન સાથે અન્ય દેશનાં નૌકાદળ સાથે સંયુક્ત કવાયતોમાં પણ ભાગ લેશે. તબરની સફર સપ્ટેમ્બરના અંત સુધી ચાલશે.તે ગલ્ફ ઓફ એડન, રેડ સી, સુએઝ કેનાલ, મેડિટરેનિયન સી, નોર્થ સી અને બાલ્ટિક સી થકી પસાર થશે. તે જિબાઉતી, ઈજિપ્ત, ઈટાલી, યુકે, રશિયા, નેધરલેન્ડ્સ, મોરોક્કો અને આર્કટિક કાઉન્સિલના દેશો, જેમ કે, સ્વીડન અને નાર્વેનાં બંદરોમાં મુકામ કરશે. તે રોયલ નેવી સાથે એક્સ કોંકણ, ફ્રેન્ચ નેવી સાથે એક્સ વરૂણા, રશિયન ફેડરેશન નેવી સાથે એક્સ ઈદ્રા જેવી દ્વિપક્ષી કવાયતોમાં ભાગ લેશે. રશિયન નેવી ડે ઉજવણી 22-27 જુલાઈએ થઈ રહી છે તેમાં પણ ભાગ લેશે.

લશ્કરી સંબંધોનું મજબૂતીકરણ
આ યુદ્ધજહાજ મૈત્રીપૂર્ણ નૌકાદળો સાથે સંયોજનમાં લશ્કરી સંબંધો મજબૂત કરવા, આંતરસંચાલન ક્ષમતા અને પ્રોજેક્ટ લોંગ રેન્જ સક્ષમતા વિકસાવવા પર ભાર આપશે. ભારતીય નૌકાદળ મુખ્ય હિતના સમુદ્રિ ક્ષેત્રોમાં નિયમિત રીતે આવી કવાયતો હાથ ધરે છે. આ સહભાગનું લક્ષ્ય પ્રદેશમાં સમુદ્રિ સલામતી મજબૂત કરવાનું અને સમુદ્રિ જોખમોસામે એકત્રિત કામગીરીઓ દઢ બનાવવાનું પણ છે. આ આદાનપ્રદાનથી નૌકા દળોને એકબીજાની નેવી દ્વારા પાલન કરાતા ઉત્તમ વ્યવહારોનું નિરીક્ષણ અને કેળવણીની તક પણ મળે છે.

આઈએનએસનું સામર્થ્ય
આઈએનએસ તબર રશિયામાં ભારતીય નૌકા દળ માટે નિર્મિત તલવાર- ક્લાસ સ્ટીલ્ધ ફ્રિગેટ છે. આ જહાજનું સુકાન કેપ્ટન એમ મહેશ સંભાળે છે અને તેમાં 300 જવાનો કાર્યરત છે. જહાજ શસ્ત્રો અને સેન્સરોની વર્સેટાઈલ રેન્જથી સમૃદ્ધ છે અને ભારતીય નૌકા દળમાં સૌથી વહેલી સ્ટીલ્ધ ફ્રિગેટ્સમાંથી એક છે. વેસ્ટર્ન નેવલ કમાન્ડ હેઠળ મુંબઈ ખાતે સ્થિત ભારતીય નૌકા દળના વેસ્ટર્ન ફ્લીટનો તે ભાગ છે.

અન્ય સમાચારો પણ છે...