છુટકારો:પુરાવાને અભાવે મહિલાની હત્યા કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપી પર પથ્થરથી મહિલાનું માથું છૂંદી નાખવાનો ગંભીર આરોપ હતો

પુરાવાને અભાવે 2016માં નવી મુંબઈમાં ફૂટપાથ પર રહેતી મહિલાની હત્યા કરવાના કેસમાં 35 વર્ષીય પુરુષને થાણે જિલ્લા કોર્ટે નિર્દોષ છોડી મૂક્યો હતો. 28 સપ્ટેમ્બરના રોજ આ ચુકાદો આપવામાં આવ્યો હતો, જેના આદેશની નકલ શનિવારે ઉપલબ્ધ થઈ હતી.

મુખ્ય જિલ્લા અને સેશન્સ કોર્ટના જજ એએલ પાનસરેએ નોંધ્યું કે ફરિયાદ પક્ષ આરોપી સાગર યાદવ સામે આરોપ સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયો છે, જેથી આરોપીને નિર્દોષ છોડવાની જરૂર છે. ફરિયાદ પક્ષ અનુસાર યાદવે 18 નવેમ્બર, 2016ના રોજ વાશીમાં સ્કૂલ નજીક ફૂટપાથ પર રહેતી મહિલા પર હુમલો કર્યો હતો. યાદવ પણ ફૂટપાથ પર જ રહેતો હતો. બંને વચ્ચે ઝઘડો થયો પછી યાદવે પથ્થરથી મહિલાનું માથું છૂંદીને મારી નાખી હોવાનો આરોપ પોલીસે કર્યો હતો.

જો ફરિયાદ પક્ષનો કેસ જેમ છે તેમ તથાકથિત સાક્ષીદારો થકી સ્વીકારવામાં આવે તો પણ દેખીતાં કારણોસર મેં ઊલટતપાસ સંદર્ભિત નહીં કરી, કારણ કે આરોપીને સ્વબચાવ કરવાની આવશ્યકતા પડે એવું કશું જ તેની સામે નથી.

પોલીસે હત્યા માટે ઉપયોગ કરેલો પથ્થર કોર્ટ સામે રજૂ કર્યો, પરંતુ કોઈ પણ સાક્ષીદારે તે ઓળખ્યો નથી કે ફોરેન્સિક લેબના રિપોર્ટમાં પણ આ પથ્થર ગુનો આચરવા માટે ઉપયોગ કરાયો હતો એવું દર્શાવતી કોઈ નોંધ નથી. તપાસ અધિકારીએ ઊલટતપાસમાં કબૂલ કર્યું છે કે શરાબની બોટલ અને પથ્થર પર આરોપીની આંગળીનાં નિશાન તેણે મેળવ્યાં નથી. આરોપી સામે કશું વાંધાજનક નથી અને તેથી સંહિતાની કલમ 313 હેઠળ નિવેદન દૂર કરવામાં આવે છે, એમ આદેશમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...