સંશોધન:બીસીજીની રસીના સંક્રમણમાં ઉપયોગ સંબંધે સંશોધન શરૂ

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટીબીથી નાના બાળકોનું રક્ષણ કરવા આપવામાં આવતી બીસીજીની રસી કોરોનાનું સંક્રમણ થયેલા વરિષ્ઠ નાગરિકો માટે ઉપયોગી થાય છે કે નહીં એનું સંશોધન આઈસીએમઆરે શરૂ કર્યું છે. આ રસીની ઉપયોગિતાનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે અને મુંબઈમાં વરલી, પ્રભાદેવી, પરેલ, લાલબાગના ઈચ્છુક વ્યક્તિઓ પર એનુ સંશોધન કરવામાં આવશે.

250 વરિષ્ઠ નાગરિકો પર આ અભ્યાસ કરવામાં આવશે
વિશ્વમાં કોરોનાનું સૌથી વધારે સંક્રમણ વરિષ્ઠ નાગરિકોમાં થાય છે. 60 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓમાં આ રોગના ગંભીર લક્ષણો દેખાય છે. ઉપરાંત તેમના મૃત્યુનું પ્રમાણ વધારે છે. બીસીજીની રસી આપવાથી કોરોનાની શક્યતા, ગંભીરતા અને મૃત્યુદર ઓછો કરી શકાય કે તેમ જ એના દ્વારા ભારતના વરિષ્ઠ નાગરિકોનું સંરક્ષણ કરી શકાય કે નહીં એનો અભ્યાસ કરવામાં આવશે. એમાં ચેન્નઈ, મુંબઈ, અમદાવાદ, ભોપાલ, જોધપુર, નવી દિલ્હીમાં અભ્યાસ કરવામાં આવશે. મુંબઈમાં કેઈએમ હોસ્પિટલ અને મહાપાલિકાનો આરોગ્ય વિભાગ સહિયારી રીતે આ અભ્યાસ કરશે.આ અભ્યાસમાં 60 થી 75 વર્ષના કોરોના ન થયો હોય એવા, એચઆઈવી અથવા કેન્સર જેવા રોગ ન હોય એવા વ્યક્તિઓની સંમતિથી તેમને બીસીજીની રસી આપવામાં આવશે. આગામી છ મહિના આ અભ્યાસ કરવામાં આવશે. મુંબઈમાં વરલી, પ્રભાદેવીના ભાગવાળા જી-દક્ષિણ વોર્ડમાં અને પરેલ, લાલબાગના ભાગવાળા એફ-દક્ષિણ વોર્ડમાં આ અભ્યાસ કરવામાં આવશે. 250 વરિષ્ઠ નાગરિકો પર આ અભ્યાસ કરવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો એમાં સહભાગી થાય એવી હાકલ મહાપાલિકાએ કરી છે.

બીસીજી સુરક્ષિત રસી : ટીબીથી નાના બાળકોનું રક્ષણ કરવા માટે આપવામાં આવતી બીસીજીની રસી શ્વાસના અનેક રોગોથી રક્ષણ કરે છે એમ જણાયું છે. વાઈરસ વિરુદ્ધ પણ આ રસી અસરકારક હોવાનું જણાયું છે. આ રસી સહેલાઈથી આપવા જેવી અને સુરક્ષિત છે. તેથી કોરોનાના સંક્રમણમાં એ વરિષ્ઠ નાગરિકોને ઉપયોગી થાય છે કે નહીં એનું સંશોધન શરૂ થયું છે.

અન્ય સમાચારો પણ છે...