તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડૉક્ટરધર્મ નિભાવતાં નિભાવતાં કોરોનાવાઇરસની લપેટમાં આવી ગયેલા ઘાટકોપરના ડૉ. નવીન ચાંદ્રા સોમવારે સાંજે સાજા થઈને ઘરે પાછા આવી ગયા, તેઓ જ્યાં રહે છે એ જગડુશાનગરના રહેવાસીઓએ તેમને ભવ્ય આવકાર આપ્યો હતો. ડૉ. નવીન ચાંદ્રા બીજી મે સુધી પોતાના ક્લિનિક્સમાં પેશન્ટોને તપાસી રહ્યા હતા. કોરોનાવાઇરસને માત આપીને તેઓ માત્ર ૧૦ દિવસની અંદર પાછા આવી ગયા છે. અગાઉ હૉસ્પિટલમાંથી ડૉ. ચાંદ્રાએ વિડિયો સંદેશ આપ્યો હતો કે મારા પેશન્ટોની સેવા કરવા હું ટૂંક સમયમાં જ પાછો આવી જઈશ. આ વિડિયોમાં પણ કેન્દ્રસ્થાને તેમના પેશન્ટ જ હતા.લૉકડાઉનમાં જ્યારે મોટા ભાગનાં ક્લિનિકો બંધ છે ત્યારે પોતાની ત્રણેય ડિસ્પેન્સરી ખુલ્લી રાખીને છેક શનિવાર, બીજી મે સુધી ડૉ. ચાંદ્રા ડૉક્ટરધર્મ નિભાવી રહ્યા હતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.