તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુખ્યમંત્રીનો અનુરોધ:કોરોનાની ત્રીજી લહેર આવે તો પણ ઉદ્યોગ અટકવા નહીં જોઈએઃ ઠાકરે

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના ઉદ્યોગપતિઓને મુખ્ય મંત્રીનો અનુરોધ

કોરોનાકાળમાં પણ સંપૂર્ણ કાળજી લઈને મહારાષ્ટ્રએ ઉદ્યોગ ચલાવી બતાવ્યા એવો દાખલો મને દેશમાં નિર્માણ કરવાનો છે. આપણને લોકડાઉન અને નોકડાઉન બંને નહીં જોઈએ. આથી આરોગ્યના નિયમોનું પાલન કરતા રહો, એવો અનુરોધ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ કર્યો.

ઠાકરેએ રવિવારે રાજ્યના ઉદ્યોગપતિઓ સાથે સંવાદ સાધ્યો હતો. આપણે અનલોક કરીને કેલ્ક્યુલેટેડ રિસ્ક લઈ રહ્યા છીએ, જેથી કાળજી રાખો. એકદમ કશું હળવું કર્યું નથી. આ માટે અમુક માપદંડ અને સ્તર નક્કી કર્યા છે. સ્થાનિક સ્તરે પ્રશાસન નિયંત્રણો કેટલાં હળવાં કે કડક કરવાં તે બાબતનો નિર્ણય લેશે. સાપ ભી મરે ઔર લાઠી ભી ના તૂટે એવું આપણે વર્તન કરવાનું રહેશે, એવી સલાહ તેમણે આપી હતી. રાજ્યના અન્ય ઉદ્યોગોમં બહહારના રાજ્યના કામગાર કામ કરી રહ્યા છે તેમના આરોગ્ય વિશે નોંધ બરોબર રાખવી. તેમણે તેમના રાજ્યમાં જતી વખતે અને ત્યાંથી આવતી વખતે કોવિડ ફેલાવવો નહીં જોઈએ. તેમના કુટુંબના સભ્યોની પણ માહિતી રાખો. કામગાર પરરાજ્યમાંથી આવ્યા બાદ તેમને ક્વોરન્ટાઈનમાં રાખો, તેમની તપાસ કરાવો, એમ પણ તેમણે જણાવ્યું હતું.

આ સમયે ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઈ, સીઆઈઆઈએના પદાધિકારી ઉદય કોટક, સંજીવ બજાજ, બી થિયાગરાજન, ડો. નૌશાદ ફોર્બસ, અમિત કલ્યાણી, અશોક હિંદુજા, એ એન સુબ્રમણિયન, ડો. અનિશ શાહ, અજય પિરામલ, બનમાલી અગ્રવાલ, હર્ષ ગોયંકા, સુનીલ માથુર, ઉજ્જવલ માથુર, સંજીવ સિંહ, બોમન ઈરાણી, નિરંજન હિરાનંદાની, જેન કરકેડા, અસીમ ચરનિયા, સુલજ્જા ફિરોદિયા હાજર હતાં.

ત્રીજી લહેરમાં ઉત્પાદનને અસર નહીં થવી જોઈએ
આગામી સમયમાં ત્રીજી લહેલ આવે અને લોકડાઉન કરવું પડે તો પણ ઉદ્યોગોના રોજના કામકાજ પર, ઉત્પાદન પર અસર નહીં થવી જોઈએ. આપણે આરોગ્ય માટે ફિલ્ડ સુવિધા ઊભી કરી છે તે રીતે ઉદ્યોગોએ તેમના ભાગમાં કામગાર અને કર્મચારીઓ માટે હંગામી નિવાસ સુવિધા ઊભી કરવી અને તબીબી અને અન્ય આવશ્યક સુવિધાઓનું નિયોજન કરવું, એવી સલાહ ઠાકરેએ આપી હતી.

ઉદ્યોગપતિઓએ શું કહ્યું
નિયંત્રણો સંબંધમાં માપદંડ અને સ્તરનો નિર્ણયસારો છે. આ બાબતે લોકોમાં યોગ્ય રીતે જનજાગૃતિ લાવવી જોઈએ. ખાસ કરીને ગ્રામીણ ભાગોમાં સંક્રમણ રોકવા માટે મદદ કરાશે અને યોગદાન અપાશે. ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલા અસંગઠિત વર્ગોનું રસીકરણ અને અન્ય કાળજી લેવાનું આવશ્યક છે. આઈટી ક્ષેત્રએ વર્ક ફ્રોમ હોમ પર આગામી થોડા મહિના ભાર આપવો જોઈએ, એવો પ્રસ્તાન ઉદ્યોગપતિઓએ મૂક્યો હતો.

ઉદ્યોગોએ તેમના કર્મચારીઓ સાથે તેમના પરિવારોનું પણ રસીકરણ ઝડપથી કરવું જોઈએ. પ્રથમ સ્તરે લોકોને વિવિધ કારણો માટે, સમારંભ, કાર્યક્રમ માટે વધુ સંખ્યામાં હાજર રહેવા પરવાનગી આપી છે તે બાબતે કાળજી લેવાનું જરૂરી છે. રસ્તાઓ પરથી પોલીસના ચેક પોસ્ટ હટાવી દેવા, જેથી ટ્રાફિક સરળ બનશે અને ગિરદી ટળશે, એવું સૂચન પણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...