શીના બોરા હત્યા પ્રકરણ:શીના જીવતી હોવાનો ઈન્દ્રાણી મુખરજીનો દાવો CBIએ ફગાવ્યો

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેસની સુનાવણીમાં વિલંબ કરવાનો ઈન્દ્રાણીનો પ્રયત્નઃ સીબીઆઈ

2012ના શીના બોરા હત્યા પ્રકરણમાં આરોપી ઈન્દ્રાણી મુખરજીએ સીબીઆઈને પત્ર લખીને શીના જીવતી હોવાનો દાવો કર્યો હતો. જેલમાં પોતાની મુલાકાત ભૂતપૂર્વ પોલીસ ઈન્સ્પેક્ટર અને કેદી આશા કોરકે સાથે થઈ હતી. તેણે શીના બોરા સાથે કાશ્મીરમાં મુલાકાત થઈ હોવાનું જણાવ્યું હતું એમ ઈન્દ્રાણીએ પત્રમાં જણાવ્યું હતું. તેમ જ એના આધારે સીબીઆઈએ કાશ્મીરમાં શીનાને શોધવી એવી માગણી કરી હતી. દરમિયાન ઈન્દ્રાણીનો આ દાવો સીબીઆઈએ ફગાવી દીધો હતો. સીબીઆઈએ ઈન્દ્રાણીની અરજીનો વિરોધ કરતા જવાબ દાખલ કર્યો હતો અને કેસની સુનાવણીમાં વિલંબ કરવાનો પ્રયત્ન ઈન્દ્રાણી કરી છે એમ દાવો કર્યો હતો.

દરમિયાન ઈન્દ્રાણી મુખરજીએ સીબીઆઈના જવાબને વળતો જવાબ આપ્યો હતો. મુંબઈની કોર્ટમાં આપેલા જવાબમાં મુખરજીએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં કેસ ચલાવવામાં આવ્યો નથી અને એમાં પોતાની કોઈ ભૂમિકા નથી. તેથી મને મળેલી આ માહિતી મેં કોર્ટને જણાવ્યા બાદ મારો હેતુ ખોટો નથી એવો દાવો નિંદનીય છે.

ઈન્દ્રાણી મુખરજીના વકીલ સના રઈસ ખાને રજૂ કરેલા પ્રતિવાદમાં જણાવ્યું છે કે મહારાષ્ટ્ર પોલીસ સેવામાં 25 વર્ષ સેવા આપનાર આશા કોરકેના જવાબ કરતા ડ્રાઈવર શ્યામ રાયની ખોટી વાર્તા પર સીબીઆઈ વિશ્વાસ મૂકે એ નિંદનીય છે. સીબીઆઈએ પોલીસ દળના એક સમર્પિત અધિકારી કરતા એક ખોટા ડ્રાઈવર પર વિશ્વાસ મૂકવો એ કમનસીબ વાત છે.

રેકોર્ડ પરના મેડિકલ અને વૈજ્ઞાનિક પુરાવા પોતાને નિર્દોષ મુક્ત કરે છે અને ઉપરાંત તપાસ ટીમે કરેલી ખોટી તપાસ અને હેરાફેરી પણ જાહેર કરે છે એવો દાવો ઈન્દ્રાણી મુખરજીએ કર્યો છે. તેમ જ એને ખોટા પ્રકરણમાં સંડોવવામાં આવી એવો આરોપ એણે કર્યો છે. સીબીઆઈ આશા કોરકેની મુલાકાત કરવા ડરે છે કારણ કે સીબીઆઈએ કરેલા અર્થહીન અને ખોટી તપાસનો પર્દાફાશ થશે એવો ડર તેમને છે એવો આરોપ પણ મુખરજીએ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...