તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ટીબીના દર્દીના સંપર્કમાં આવેલ વ્યક્તિઓનો હવેથી ટેસ્ટ કરાશે

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ મહાપાલિકાએ પ્રથમ વખત આવો વિશેષ પ્રકલ્પ અમલમાં મૂક્યો

રાજ્ય કોરોનાના સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે મુંબઈ મહાપાલિકાએ સુષુપ્ત ક્ષયરોગ એટલે કે ટીબી રોકવા માટે પગલું ભર્યુ છે. એના માટે ટીબીના દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની પણ ટીબીની ટેસ્ટ કરવામાં આવશે. મહાપાલિકાએ પ્રથમ વખત આવા પ્રકારનો વિશેષ પ્રકલ્પ અમલમાં મૂક્યો છે જેની તાજેતરમાં શરૂઆત થઈ હતી. કેન્દ્ર સરકારની ટીબીમુક્ત ભારત ઝુંબેશને એના લીધે ટેકો મળશે. લોકસંખ્યાની ઘનતા ધ્યાનમાં રાખતા મુંબઈ ભારતનું સૌથી મોટું અને ગીચ વસતિવાળું શહેર છે.

તેથી મુંબઈ જેવા શહેરમાં ટીબીના ફેલાવાને રોકવા માટે તમામ સ્તરે પ્રયત્ન કરવા અને વિવિધ સ્તરે ઉપાયયોજના વ્યાપકપણે અને અસરકારક રીતે અમલમાં મૂકવી અત્યંત જરૂરી છે. એના માટે મુંબઈ મહાપાલિકાના સાર્વજનિક આરોગ્ય ખાતાએ સુષુપ્ત ટીબીના સંક્રમણને રોકવા માટે એક વિશેષ પ્રકલ્પ શરૂ કર્યો છે. આ પ્રકલ્પ અંતર્ગત મહાપાલિકા ક્ષેત્રમાં ટીબીના દર્દીની સંપર્કમાં આવેલા વ્યક્તિઓની ટેસ્ટ કરવામાં આવશે. એના લીધે ટીબીનો ફેલાવો રોકવામાં મદદ થશે અને 2025 સુધી ટીબીમુક્ત ભારતના કેન્દ્ર સરકારના મહત્ત્વકાંક્ષી ધ્યેયની પૂર્તિ કરવામાં મદદ થશે.

આ બાબતે આયોજિત ઓનલાઈન બેઠકમાં કાર્યકારી આરોગ્ય અધિકારી ડો. મંગલા ગોમારે, મુંબઈ શહેર ટીબી અધિકારી અને પ્રકલ્પના મુખ્ય અન્વેષક ડો. પ્રણિતા ટિપરે, શેર ઈંડિયા સંસ્થાના પ્રમુખ ડો. વિજય યેળદંડી, ડો. સતીશ કૈપિલ્યકાર, સીડીસી ઈંડિયાના ડો.. મેલિસા ન્યેંદક, બ્રાયન કોલોડઝિએસ્કી વગેરે ઉપસ્થિત હતા.

આઈજીઆરએ ટેસ્ટ કરવાની હોય છે
સામાન્ય રીતે ટીબીની મેડિકલ ટેસ્ટમાં સુષુપ્ત ટીબીનું નિદાન થતું નથી. તેથી સુષુપ્ત ટીબીના સંક્રમણનું નિદાન થવા માટે આઈજીઆરએ ટેસ્ટ કરવી પડે છે. એના અંતર્ગત સંબંધિત વ્યક્તિના લોહીના નમૂના લઈને ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટનો રિપોર્ટ સામાન્ય રીતે ટેસ્ટ કર્યાના ચોવીસ કલાકમાં મળે છે.

અન્ય સમાચારો પણ છે...