તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Indigenous Vaccine Testing In Mumbai Will Be Done In Government Hospitals, Registration Of Volunteers Will Start From Next Week

કોરોના રસી અપડેટ:મુંબઈમાં સ્વદેશી રસીનું પરીક્ષણ જે જે સરકારી હોસ્પિટલમાં કરાશે, સ્વયંસેવકોની નોંધણી આગામી સપ્તાહથી શરૂ થશે

મુંબઇ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલમાં અનેક દેશોમાં વિવિધ રસી નિર્મિતીના ક્ષેત્રમાં કંપનીઓ કોરોના વિરોધી રસીઓનું માનવી પરીક્ષણ કરી રહી છે. તેમાં ભારતની અમુક કંપનીઓનું પણ પરીક્ષણ ચાલુ છે, જેમાં હમણાં સુધી રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં આ તપાસ કરવાનું કામ ચાલી રહ્યું છે. તેમાં હવે ભારતમાં વિકસિત કરવામાં આવનારી સ્વદેશી રસીનું પરીક્ષણ રાજ્ય સરકાર સંચાલિત સર જે જે હોસ્પિટલમાં કરવામાં આવશે. આ સંબંધે બધા દસ્તાવેજોની કાર્યવાહી પૂરી થઈ હોઈ માનવી પરીક્ષણ માટે જરૂરી સ્વયંસેવકોની નોંધણી આગામી અઠવાડિયાથી શરૂ કરવામાં આવશે.

આ પૂર્વે સ્વદેશી બનાવટનું પરીક્ષણ મહારાષ્ટ્રમાં નાગપુરની એક સંસ્થામાં કરવામાં આવ્યું હતું.મુંબઈમાં હમણાં સુધી મહાપાલિકાની કેઈએમ અને નાયર હોસ્પિટલમાં આ જ રીતે એક અલગ કંપનીની રસીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેનું કામ હજુ ચાલુ છે. જુલાઈના પ્રથમ અઠવાડિયામાં ભારતીય તબીબી સંશોધન પરિષદે (આઈસીએમ આર) ભારત બાયોટેક સાથે કરાર કર્યા હોઈ તેમની કોવેક્સ નામે રસીના માનવી પરીક્ષણને પરવાનગી અપાઈ છે. તે હૈદરાબાદ સ્થિત કંપનીએ રસી પુણે ખાતે રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન (એનઆઈવી) સંસ્થા સાથે સંયુક્ત રીતે વિકસિત કરી છે. આ રસીનું માનવી પરીક્ષણ કરવા માટે આ પૂર્વે જ દેશની 12 સંસ્થાઓની પસંદગી કરવામાં આવી હતી.

સર જે જે હોસ્પિટલના પ્રભારી ડીન ડો. રણજિત માણકેશ્વરે જણાવ્યું હતું કે માનવી પરીક્ષણના ત્રીજા તબક્કામાં 1000 સ્વયંસેવકોની જરૂર હોઈ તેની નોંધણીનું કામ આગામી અઠવાડિયાથી શરૂ થશે. આ માટે હોસ્પિટલ તરફથી એક ટેલિફોન નંબર આપવામાં આવશે. તેના દ્વારા જે સ્વયંસેવકોને આ પરીક્ષણમાં ભાગ લેવો હોય તેમની નોંધણી કરવામાં આવશે. આ નોંધણી થયા પછી તેમની પાત્રતા તપાસીને યોગ્ય 1000 સ્વયંસેવકોને સહભાગી કરાશે. આ માટે અમારા ડોક્ટરોની ટીમ આમસભામાં માનવી પરીક્ષણની ટ્રાયલ કરશે. આ પરીક્ષણ માટે સ્વયંસેવકોની ઉંમર 18થી વધુ હોવી જોઈએ. ઉપરાંત તેમને કોઈ પણ પ્રકારનો કોરોનાનો ચેપ લાગુ નહીં થયેલો હોવો જોઈએ અને તેમના કુટુંબીઓમાં પણ કોઈને ચેપ લાગુ થયેલો નહીં હોવો જોઈએ. ઘણા બધા લોકોએ ફોન કરીને અને ઈમેઈલથી આ પરીક્ષણમાં ભાગ લેવા માટે ઉત્સુકતા બતાવી છે.

રસી આવતાં વાર લાગશે
વાસ્તવમાં આ રસી શરીર પર ટોચવા માટે વધુ સમય લાગવાની શક્યતા છે. આ પૂર્વે ઓક્સફર્ડ યુનિવર્સિટીએ વિકસિત કરેલા રસીના માનવી પરીક્ષણ દુનિયાભરમાં કરવામાં આવ્યાં હતાં. તેમણે વિજ્ઞાન જગત સામે પોતાનાં પરિણામો પણ જાહેર કર્યાં છે. તે રસીનું ઉત્પાદન ભારતમાં પુણે ખાતે સિકમ ઈન્સ્ટિટ્યૂટમાં કરવામાં આવશે. હાલમાં આ રસી વિશે દુનિયાભરમાં ચર્ચા છે. જોકે બધાનું ધ્યાન સ્વદેશી રસીનાં પરિણામ પર રહેશે.

150થી વધુ રસી પર કામ
ઉપરાંત દુનિયાભરમાં અનેક ખાનગી દવા ઉત્પાદક કંપનીઓ હાલમાં કોરોના વિરોધી રસી વિકસિત કરવાનું કામ કરી રહી છે. દુનિયાભરમાં સંશોધકો 150થી વધુ રસી પર કામ કરી રહ્યા છે. એકાદ રસી વિકસિત કરવા માટે બહુ સમય લાગે છે. આ બીમારી પર દુનિયાભરમાં પ્રથમ અમેરિકામાં મોડર્ના કંપની, ફાઈઝર કંપની, ભારતમાં ઝાયડસ, ઓસ્ટ્રેલિયામાં વેક્સિન, ક્વીન્સલેન્ડ યુનિવર્સિટી, ચીનમાં સિનોફાર્મા, સિનોવાક બાયોટેક, રશિયા ખાતે સેચોનોવ, ભારત અને અન્ય દેશોની અમુક દેશોની કંપનીએ રસી બનાવીને માનવી પરીક્ષણ કરવાનું શરૂ કર્યું હોઈ તે પણ હવે ત્રીજાથી અંતિમ તબક્કામાં હોવાનું કહેવાય છે.

અન્ય સમાચારો પણ છે...