પસંદગી:અધ્યક્ષપદ મુદ્દે રાજ્યપાલ અને સરકાર વચ્ચે ફરી સંઘર્ષના સંકેત

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભાના અધ્યક્ષપદની પસંદગી બાબતે હજુ પ્રતિસાદ નથી

વિધાનસભાના અધ્યક્ષપદની ગૂંચ હજુ પણ ઉકેલાઈ નથી. આથી આગામી બજેટ સત્રમાં તો કમસેકમ અધ્યક્ષપદની પસંદગી કરવામાં આવશે કે નહીં તે બાબતે શંકાકુશંકા સેવાઈ રહી છે. આગામી સત્રમાં પણ આ પરથી રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને રાજ્યસરકાર વચ્ચે ફરીથી સંઘર્ષ ફાટી નીકળવાની શક્યતા છે.

9 માર્ચના રોજ વિધાનસભા અધ્યક્ષપદની ચૂંટણી લેવામાં આવે એ બાબતે રાજ્ય સરકારે 23 ફેબ્રુઆરીના રોજ પત્ર મોકલ્યો છે. જોકે રાજ્યપાલે હજુ સુધી તેની પર કોઈ જ પ્રતિસાદ આપ્યો નથી. આને કારણે રાજ્યપાલને ફરી એક વાર યાદગીરી પત્ર આપવા બાબતે સરકારમાં વિચારણા ચાલી રહી છે. બજેટ સત્રમાં વિધાનસભા અધ્યક્ષપદની ચૂંટણી થશે કે કેમ તેની સામે તેને કારણે હાલમાં તો પ્રશ્નચિહન છે.

કોંગ્રેસના નાના પટોલેએ વિધાનસભાના અધ્યક્ષપદ પરથી રાજીનામું આપ્યા પછી એક વર્ષથી આ પદ ખાલી પડ્યું છે. નિયમ બદલીને અવાજી મતદાનથી પસંદગી કરવાનો સરકારે નિર્ણય લીધો હતો. જોકે આ નિર્ણય સામે વિરોધી પક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

આ પછી 27, 28 ડિસેમ્બરે ચૂંટણી લેવાનો કાર્યક્રમનો પ્રસ્તાવ રાજ્યપાલ પાસે મોકલવામાં આવ્યો હતો. જોકે ચૂંટણીમાં અવાજી મતદાન ઘટનાબાહ્ય હોવાનો ઉત્તર રાજ્યપાલે આપ્યો છે. રાજ્યપાલે પરવાનગી નહીં આપવાને કારણે સરકારે પત્ર મોકલ્યો.

આ પછી રાજ્યપાલે તે પત્રનો ઉત્તર આપ્યો. કોંગ્રેસ અધ્યક્ષપદ નીમવા પર મક્કમ છે, જ્યારે રાષ્ટ્રવાદીએ રાજ્યપાલની પરવાનગી વિના પસંદગી નહીં કરવામાં આવે એવી ભૂમિકા લઈને બેઠી છે.આને કારણે આ મામલ ગૂંચ પેદા થઈ છે. ગુરુવારથી રાજ્યનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આથી અધ્યક્ષપદની ચૂંટણી બાબતે શાસકો અને વિરોધી પક્ષ કેવું વલણ અપનાવે છે તેની પર સૌની મીટ છે.

અન્ય સમાચારો પણ છે...