ભાસ્કર વિશેષ:ભારતીય સંગીત ચિકિત્સા અત્યંત પ્રભાવશાળીઃ શૉન ક્લાર્ક

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ વ્યાધિઓ પર ‘આરોગ્ય માટે સંગીત ચિકિત્સા’ વિષય પર સંશોધન પ્રસ્તુત કરવામાં આવ્યું

‘આધ્‍યાત્‍મિક દ્રષ્‍ટિએ શુદ્ધ સંગીત વ્‍યક્તિના રોગ નિવારણ માટે અને ઔષધિઓ પર નિર્ભરતા ઓછી કરવામાં સહાયતા કરી શકે?’ તે જાણી લેવા માટે મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્વવિદ્યાલયે હાયપરટેન્‍શન ધરાવતી વ્‍યક્તિઓ પર કેટલીક કસોટીઓ દ્વારા સંશોધન કરવામાં આવ્‍યું. આ સંશોધન દ્વારા આધ્‍યાત્‍મિક દ્રષ્‍ટિએ સકારાત્‍મક નાદ અથવા સંગીત વ્‍યક્તિને વિવિધ માંદગીઓ પર માત કરવા માટે સહાયતા કરી શકે છે તેમ જ વિદેશી સંગીત ચિકિત્‍સા કરતાં ભારતીય સંગીત ચિકિત્‍સા વધુ પ્રભાવશાળી હોવાનું સંશોધનમાં જણાઈ આવ્‍યું છે, એમ મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્વવિદ્યાલયના શૉન ક્લાર્કેં જણાવ્યું હતું.

તેઓ ‘આરોગ્‍ય માટે સંગીત ચિકિત્‍સા’ વિષય પરના ફેસબુક ‘વેબિનાર’માં બોલી રહ્યા હતા. આ વેબિનારનું આયોજન હિંદુસ્ક્રિપ્ચર્સ. કોમનાં સંસ્‍થાપિકા અને ‘ધ હિંદુ કલ્‍ચર એન્ડ લાઈફસ્‍ટાઈલ/ ધ વેજ સફારી’ આ ગ્રંથનાં લેખિકા વૈશાલી શાહે કર્યું હતું. આ સમયે ક્લાર્કેં ‘સંગીતથી વ્‍યક્તિ પર આધ્‍યાત્‍મિક દ્રષ્‍ટિએ થનારાં પરિણામ’નો અભ્‍યાસ કરવા માટે મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્વવિદ્યાલયના સંસ્‍થાપક પરાત્‍પર ગુરુ ડૉ. જયંત બાળાજી આઠવલેજીના માર્ગદર્શન હેઠળ કરેલું સંશોધન પ્રસ્‍તુત કરવામાં આવ્‍યું.

સંગીતના વ્‍યક્તિ પર થઈ રહેલું પરિણામનો અભ્‍યાસ કરવા માટે હાઈપરટેન્શન ધરાવતી 5 વ્‍યક્તિને શાસ્‍ત્રીય સંગીતમાંનો રાગ ‘ગોરખકલ્‍યાણ’ની સીધી પ્રસ્‍તુતિ એક કલાક સુધી સાંભળવા બેસાડ્યા. કેટલાક સંગીત તજ્‌જ્ઞોના મતમાં ગોરખકલ્‍યાણ રાગ હાઈપરટેન્શન ઓછું કરવા માટે ઉપયોગી છે. રાગ પ્રસ્‍તુત કરનારા કલાકાર પ્રદીપ ચિટણીસ ઉચ્‍ચ આધ્‍યાત્‍મિક સ્‍તર ધરાવનારા અને આધ્‍યાત્‍મિક દ્રષ્‍ટિએ સકારાત્‍મક હતા. આ પ્રયોગના 48 કલાક પહેલાં વૈદ્યકીય તજ્‌જ્ઞોના માર્ગદર્શન હેઠળ યોગ્‍ય કાળજી લઈને આ કસોટીમાં સહભાગી વ્‍યક્તિઓની હાઈપરટેન્શનની ઔષધીઓ બંધ કરવામાં આવી હતી.

‘રાગ ગોરખકલ્‍યાણ’ સાંભળવા પહેલાં અને પછી સહભાગી વ્‍યક્તિઓના હાઈપરટેન્શનનું માપન કરવામાં આવ્‍યું, તેમ જ ‘યુનિવર્સલ ઑરા સ્‍કૅનર’ (યુ.એ.એસ.) યંત્ર દ્વારા તેમના સકારાત્‍મક અથવા નકારાત્‍મક ઊર્જા પર સંગીતના થનારા પરિણામનો અભ્‍યાસ કરવામાં આવ્‍યો. ‘રાગ ગોરખકલ્‍યાણ’ સાંભળ્યા પછી બીજા દિવસે સવારે સૌનું હાઈપરટેન્શન માપવામાં આવ્યું. તે સમયે 5માંથી 4 જણનું હાઈપરટેન્શન સંગીત સાંભળવા પહેલાંના તેમના હાઈપરટેન્શનની તુલનામાં ઘટી ગયું હતું.

એકનું હાઈપરટેન્શન સામાન્‍ય હતું. ‘વધેલા હાઈપરટેન્શનમાં ઘટાડો થયો અને 72 કલાક ઔષધોપચાર કર્યા વિના પણ તે ટકી રહ્યું’, આ વાત વિશેષ હતી. સંગીત સાંભળ્યા પછી વ્‍યક્તિઓની નકારાત્‍મક ઊર્જા સરેરાશ 60 ટકા ઘટી ગઈ અને તેમની સકારાત્‍મક ઊર્જામાં સરેરાશ 155 ટકા વૃદ્ધિ થઈ. આ રીતે સંગીતનું પરિણામ દર્શાવનારી અન્‍ય કસોટીઓ વિશે વિગતવાર જાણકારી પણ ક્લાર્કેં આ સમયે આપી.

બ્રિટિશ બેન્ડ પણ સંભળાવાયું
સંશોધનમાં બ્રિટિશ બેંડ ‘માર્કોની યુનિયન’ના ‘વેટલેસ’ રહેલું રિલેક્સ મ્‍યુઝિક પણ સંભળાવવામાં આવ્યું. આ પ્રયોગ પછી પણ બે જણનું હાઈફરટેન્શન ઓછું થયું, પણ બંનેની નાડીના ધબકારા વધી ગયા તેમ જ યુ.એ.એસ. યંત્ર દ્વારા કરેલી કસોટીમાં તેમની નકારાત્‍મકતામાં સરેરાશ 53 ટકા વૃદ્ધિ થઈ, જ્‍યારે એકનું સકારાત્‍મક પ્રભામંડળ 53 ટકાથી ઘટી ગયું અને બીજાનું સકારાત્‍મક પ્રભામંડળ પૂર્ણ રીતે ઓછું થયું. આમાંથી એવું ધ્‍યાનમાં આવ્‍યું કે, ભારતીય સંગીત અને નાદ ચિકિત્‍સા દ્વારા વ્‍યાધિ ઓછી થાય છે, તે સાથે જ વ્‍યક્તિનું સકારાત્‍મક પ્રભામંડળ પણ વધે છે. જ્‍યારે વિદેશી સંગીતને કારણે વ્‍યાધિ ભલે ઓછી થતી હોય, તો પણ સકારાત્‍મકતા ઓછી થઈને નકારાત્‍મકતા વધે છે, એવું જોવા મળ્યું. સંગીતનું વ્‍યક્તિ પર કેવળ માનસિક જ નહીં, આધ્‍યાત્‍મિક સ્‍તર પર પણ પરિણામ થાય છે. સંગીતનો ખરો લાભ મેળવવા માટે વ્‍યક્તિએ આધ્‍યાત્‍મિક દ્રષ્‍ટિએ શુદ્ધ સંગીત સાંભળવું મહત્ત્વનું છે. સંગીત ચિકિત્‍સા (મ્‍યુઝિક થેરપી)નો વૈદ્યકીય શાસ્‍ત્રોએ વિચાર કરવો જોઈએ; કારણ કે તે માટે કાંઈ ખર્ચ થતો નથી; પણ તેના લાભ પુષ્‍કળ છે, એમ પણ ક્લાર્કેં કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...