તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેઈલિંગ:વર્લ્ડ સેઈલિંગ ચેમ્પિયનશિપમાં ઈટાલીમાં ભારતનું નેતૃત્વ કરશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અદ્વૈતે 10 વર્ષની ઉંમરથી સેઈલિંગ શરૂ કર્યું હતું

ઈટાલીના રિવા ડેલ ગર્ડા ખાતે આયોજિત 2021 ઓપ્ટિમિસ્ટ વર્લ્ડ સેઈલિંગ ચેમ્પિયનશિપમાં મુંબઈની નેવી ચિલ્ડ્રન સ્કૂલનો વિદ્યાર્થી ભારતનું નેતૃત્વ કરશે. 15 વર્ષીય અદ્વૈત મેનની 10 જુલાઈ સુધી યોજાનારી આ ચેમ્પિયનશિપ માટે પસંદગી થઈ છે.

તે નૌકા દળના અધિકારી કમાન્ડર પ્રશાંત સી મેનનો પુત્ર છે. આશાસ્પદ યોટ્સમેન અદ્વૈતે 10 વર્ષની ઉંમરથી સેઈલિંગ શરૂ કર્યું હતું અને વિવિધ રાજ્ય અને રાષ્ટ્રીય સ્પર્ધાઓ ખાતે ઈનામો જીત્યાં છે. તે એન્ટરપ્રાઈઝ અને લેઝર ક્લાસ બોટ્સ પર પણ સેઈલિંગ કરે છે. તેને નેવી સેઈલિંગ ટીમના સભ્યો સાથે ઈન્ડિયન નેવલ વોટરમેનશિપ ટ્રેનિંગ સેન્ટર મુંબઈ ખાતે તાલીમ આપવામાં આવે છે. 2020માં વાયએઆઈ નેશનલ સેઈલિંગ ચેમ્પિયનશિપમાં તે સૌથી યુવા સહભાગી હતો. તે સારો રનર પણ છે અને 2019ની નેવી મુંબઈ હાફ મેરેથોનમાં 14 વર્ષથી ઓછી ઉંમરની શ્રેણીમાં પ્રથમ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...