ભાસ્કર વિશેષ:અવયવ પ્રત્યારોપણ-પ્રશિક્ષણ માટે સ્વતંત્ર શસ્ત્રક્રિયા ગૃહ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર વર્ષે 600 ડોક્ટરોને અવયવ પ્રત્યારોપણનું પ્રશિક્ષણ અપાશે:અવયવદાન માટે જનજાગૃતિ જરૂરી

અનેકોને નવજીવન આપનારા અવયવદાન માટે વધુમાં વધુ નાગરિકો આગળ આવે તે માટે વિવિધ સ્તરે જનજાગૃતિ લાવવાનું જરૂરી છે. તેમાં મુખ્યત્વે કૌટુંબિક સ્તરે સંવાદ સાધવો, અવયવદાનની પદ્ધતિ વધુ સુલભ કરવી અને હોસ્પિટલમાં આવતી દરેક વ્યક્તિને અવયવદાન સંબંધી માહિતી યોગ્યરીતે મળે તે માટે સંબંધિત અરજીમાં જરૂરી ફેરફાર કરવો એવા વિવિધ સ્તરીય પ્રયાસ કરવાનું સમયની જરૂર છે, એમ પશ્ચિમ ઉપનગરના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતં.

મહાપાલિકાની કેઈએમ હોસ્પિટલમાં અવયવ પ્રત્યારોપણ સંબંધી પ્રશિક્ષણ આપવા આરોગ્ય મંત્રાલયના સહયોગમાં ઊભા કરવામાં આવેલા નવા શસ્ત્રક્રિયા ગૃહ અને પશ્ચિમ કેન્દ્રના ઉદઘાટન પ્રસંગે કાકાણી બોલતા હતા.આ સમયે કાયદો અને વ્યવસ્થા સંભાળતા જોઈન્ટ પોલીસ કમિશનર વિશ્વાસ નાંગરે- પાટીલ, નવી દિલ્હીના આરોગ્ય સેવા મહાસંચાલનાલયના વધારાના ઉપ મહાસંચાલક ડો. અનિલ કુમાર, કેઈએમનાં ડીન ડો. સંગીતા રાવત, ડો. ગુસ્તાદ દાવર, અવયવ પ્રત્યારોપણ સંબંધી રોટ્ટો- સોટ્ટો સંસ્થાનાં સંચાલિકા ડો. સુજાતા પટવર્ધન, સહસંચાલક ડો. આકાશ શુક્લ, કેઈએમના વિવિધ વિભાગના પ્રમુખ, અવયવ પ્રત્યારોપણ ક્ષેત્રના નિષ્ણાત ડોક્ટરો અને તબીબી વિદ્યાર્થીઓ હાજર હતા.

આ સમયે ડો. અનિલ કુમારે કેઈએમ અને મુંબઈ મહાપાલિકાના વિવિધ સ્તરીય કામોની સ્તુતિ કરી હતી. ઉપરાંત આ નવા શરૂ થયેલા પ્રશિક્ષણ કેન્દ્રને લીધે અવયવદાન ચળવળને બળ મળશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.આ કેન્દ્રમાં દર વર્ષે આશરે 600 ડોક્ટરોને અવયવ પ્રત્યારોપણનું શાસ્ત્રશુદ્ધ પ્રશિક્ષણ અપાશે. તેને લીધે અવયવ પ્રત્યારોપણ વધુ પ્રભાવશાળી અને અસરકારક બનાવવામાં મદદ થશે. આને કારણે અનેકોને નવજીવન મળશે, એમ ડો. સંગીતા રાવતે જણાવ્યું હતું.

નોંધણી કરાવવા માટે અનુરોધ
આ કાર્યક્રમ દરમિયાન વિવિધ નિષ્ણાતોએ પણ માર્ગદર્શક ભાષણ કર્યાં હતાં. કાર્યક્રમનું પ્રાસ્તાવિક ડો. સુજાતા પટવર્ધને કર્યું હતું. ડો. આકાશ શુક્લાએ આભાર માન્યા હતા. મહાપાલિકા ક્ષેત્રના જે ડોક્ટરોને પ્રત્યારોપણ સંબંધી પ્રશિક્ષણ માટે નોંધણી કરવી હોય તેમને રોટ્ટોસોટ્ટોની ઈમેઈલ આઈડી પર તે કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. ઉપરાંત જેઓ અવયવદાન નોંધણી કરાવવા માગતા હોય તેમણે પણ આ જ આઈડી પર સંપર્ક કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આ પહેલમાં વધુમાં વધુ લોકો સહભાગી થાય એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...