નિર્ણય:શિવરી-ન્હાવાશેવા સીલિન્ક પર બસ માટે સ્વતંત્ર લેન ઉમેરાશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ માર્ગમાં બીજા કોઈ પણ વાહનને પ્રવેશ આપવામાં નહીં આવે

મુંબઈ પારબંદર પ્રકલ્પ એટલે કે શિવરી-ન્હાવાશેવા સીલિન્ક પર મેટ્રો માર્ગ પ્રસ્તાવિત છે અને હવે એમાં બસ માટેના સ્વતંત્ર માર્ગનો ઉમેરો થશે. આ પ્રકલ્પમાં બસ માટે સ્વતંત્ર લેન ઊભી કરવાનો નિર્ણય એમએમઆરડીએએ લીધો છે. મેટ્રો માર્ગ અને બસ માટે સ્વતંત્ર લેનની વ્યવહારિકતાનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. મુંબઈથી નવી મુંબઈનું અંતર ફક્ત 25 મિનિટમાં પાર કરી શકાય એ માટે શિવરી-ન્હાવાશેવા સીલિન્ક પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યો છે. રૂ. 17,843 કરોડના ખર્ચે 22 કિલોમીટર લાંબા સીલિન્કના કામની શરૂઆત માર્ચ 2018માં કરવામાં આવી હતી.

આ કામ 54 મહિનામાં એટલે કે સપ્ટેમ્બર 2022માં પૂરું થવું અપેક્ષિત હતું. જોકે જુદા જુદા કારણોસર રખડી પડેલ આ પ્રકલ્પ 2023માં પૂરો થાય એવી શક્યતા છે. હવે આ પ્રકલ્પમાં મેટ્રો માર્ગ અને સ્તવંત્ર બસ લેનનો ઉમેરો થશે. એમએમઆરડીએએ આ પ્રકલ્પમાં પહેલાં જ નવી મુંબઈ એરપોર્ટથી છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધી મેટ્રો માર્ગ પ્રસ્તાવિત કર્યો છે. એમએમઆરડીએ અત્યારે આ માર્ગની વ્યવહારિકતા ચકાસી રહી છે. આ અભ્યાસ થયા પછી અંતિમ નિર્ણય લઈને મેટ્રો માર્ગ બાંધવામાં આવશે એવી માહિતી એમએમઆરડીએ કમિશનર એસ.વી.આર.શ્રીનિવાસે આપી હતી.

સામાન્ય નાગરિકોને ફાયદો થશે
સીલિન્ક પરથી મેટ્રો માર્ગ જશે. એક તરફ બસ માટે સ્વતંત્ર લેન ઉપલબ્ધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એની વ્યવહારિકતાના અભ્યાસની શરૂઆત કરવામાં આવી છે એમ શ્રીનિવાસે જણાવ્યું હતું. છ લેનના સીલિન્ક પર બંને બાજુએ એક લેન બસ માટે બાંધવાનો પ્રસ્તાવ છે અને આ માર્ગમાં બીજા કોઈ પણ વાહનને પ્રવેશ નહીં મળે. બસ માટે સ્વતંત્ર લેન ઊભી થશે છતાં સંપૂર્ણ રૂટ પર ચારથી પાંચ મિનિટના અંતરે બસ દોડશે. ભવિષ્યમાં સીલિન્ક પર મેટ્રો અને બેસ્ટ, અન્ય બસ સેવા ચાલુ થશે તો આ રૂટનો ફાયદો તમામ સામાન્ય નાગરિકોને થશે.

અન્ય સમાચારો પણ છે...