તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉગ્ર આંદોલન:કઠોળમાં સ્ટોક લિમિટના વિરોધ માટે વેપારીઓનું અચોક્કસ બંધ

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકાર નિર્ણય પાછો નહીં ખેંચી લે તો દેશભરમાં ઉગ્ર આંદોલન કરાશે

સરકાર દ્વારા કઠોળ પર સ્ટોક લિમિટ લાદવાના નિર્ણયનો વિરોધ વધવા લાગ્યો છે. દેશમાં મોટા ભાગની મંડીઓએ હડતાળ શરૂ કરી દીધી છે. હવે આગામી 8 જુલાઈએ કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ સાથે વેપારીઓ મળશે અને આ કાયદો રદ કરવાની માગણી કરશે. જો તે છતાં નિર્ણય પાછો નહીં ખેંચવામાં આવે તો 1000 વેપારીઓ સહિત આખા દેશમાં લગભગ દસ કરોડ વેપારીઓ બેમુદત બંધ પર ઊતરી જશે, જેનાથી આમ નાગરિકોને અસર થવાની સંભાવના છે.

નોંધનીયછે કેઆ સમયે બજારમાં ભયનો માહોલ છે. હોલસેલ વેપારીઓ નવા કાયદાથી ડરીને માલ ખરીદી કરવા માગતા નથી, જેને લીધે વેપારીઓને રોજ બહુ નુકસાન થઈ રહ્યું છે.ગ્રેમ, રાઈસ એન્ડ ઓઈલસીડ્સ મર્ચન્ટ્સ એસોસિયેશન (ગ્રોમા)ના અધ્યક્ષ શરદ કુમાર મારીએ પણ સરકારના નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો અને જણાવ્યું છે કે આખઆ દેશમાંઆજે પણ એમએસપીથી ઓછો ભાવ છે. સરકારે એસેન્શિયલ કોમોડિટી એક્ટ રદ કર્યો છે, કારણ કે વેપારીઓ, મિલરો વગેરે માલ વધુ ખરીદી શકે, જેનાથી ડિમાન્ડ વધી જશે અને ખેડૂતોના માલનો ભાવ વધશે અને તેમને વધુ ફાયદો થશે. વેપારીઓએ જણાવ્યું કે 2022 સુધી ખેડૂતોને ઉત્પાદનના બેગણા ભાવ મળે એવું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન બહુ સારું હતુ, પરંતુ હવે તે સંભવ નથી.

નવી મુંબઈ ગ્રોમાના સચિવ ભીમજીભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું કે કઠોળની ઊપજ ખેડૂતો ત્રણ મહિના વેચે છે, જેમાં 10 ટકા અનાજ સરકાર ખેડૂતો પાસેથી એમએસપી ભાવે ખરીદી કરી છે, જ્યારે બાકી 90 ટકા આડતિયા, મિલર, કોર્પોરેટ, વેપારી ખરીદીને ખેડૂતોને સહયોગ કરે છે.

ઘણી બધી મંડીઓ બંધ
સ્ટોક લિમિટેડના વિરોધમાં દેશમાં મોટા ભાગની મંડીઓ બંધ છે. જો આદેશ રદ નહીં કરવામાં આવે તો આખા દેશની મંડીઓ બેમુદત બંધ કરી શકે છે. નવી મુંબઈ ગ્રોમાના વેપારીઓએ આ કાયદાનો ઉગ્ર વિરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...