તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રદૂષણ:હાલ મુંબઈની હવામાં નાઈટ્રોજન ડાયોક્સાઈડના પ્રમાણમાં વધારો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાહનો અને ઉદ્યોગધંધા ફોસીલ ફ્યુએલ પર ચાલતા હોવાથી ઉત્સર્જન

મોટા ભાગના વાહનો અને ઉદ્યોગધંધા ફોસીલ ફ્યુએલ પર ચાલતા હોવાથી ગયા વર્ષની સરખામણીએ મુંબઈની હવામાં આ વર્ષે નાઈટ્રોજન ડાયોક્સાઈડનું પ્રમાણ વધ્યું છે. ગ્રીનપીસ ઈંડિયાના બિહાઈન્ડ ધ સ્મોકસ્ક્રીન અહેવાલમાં આ નિષ્કર્ષ છે. ગયા વર્ષે લોકડાઉન હોવાથી નાઈટ્રોજન ડાયોક્સાઈડનું પ્રમાણ સરખામણીએ ઓછું હતું.

એપ્રિલ 2020 થી એપ્રિલ 2021ના સમયગાળામાં મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નઈ, કોલકાતા, જયપુર અને લખનવમાં હવાની ગુણવત્તાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. એમાં કૃત્રિમ ઉપગ્રહ દ્વારા કરેલા નિરીક્ષણ અનુસાર મુંબઈની હવામાં નાઈટ્રોજન ડાયોક્સાઈડનું પ્રમાણ 52 ટકા વધ્યું હોવાનું જણાયું હતું.

નાઈટ્રોજન ડાયોક્સાઈડને કારણે હવા પ્રદૂષિત થવાથી શ્વાસ, મગજ અને રક્તાભિસરણ સંબંધી સમસ્યાઓ ઉદભવે છે. વાહનો, વીજનિર્મિતી અને અન્ય ઔદ્યોગિક પ્રક્રિયા કોલસા, તેલ, ગેસ જેવા ફોસીલ ફ્યુએલ પર નભતા હોવાથી એમાંથી નાઈટ્રોજન ડાયોક્સાઈડનું ઉત્સર્જન થાય છે. ગયા વર્ષે સખત લોકડાઉન હોવાથી મોટા પ્રમાણમાં વાહનો અને ઉદ્યોગધંધા બંધ હતા. એનાથી ઉંધુ 2021માં લોકડાઉન હળવો થવાથી વાહનો અને ઉદ્યોગધંધા ફરીથી શરૂ થયા. પરિણામે હવામાં નાઈટ્રોજન ડાયોક્સાઈડનું પ્રમાણ વધ્યું.

ખાનગી વાહનોની સંખ્યા પર નિયંત્રણ લાવવું, ઓછામાં ઓછું પ્રદૂષણ કરતી પરિવહન યંત્રણા ઊભી કરવી, સાર્વજનિક પરિવહન સેવાને ઉતેજન આપવું, સાઈકલ ચલાવવા સારી પાયાભૂત સુવિધાઓ ઊભી કરવી, રાહદારી માર્ગનું વિસ્તરણ કરવું જરૂરી છે. તેમ જ જૂના વ્યવસાયિક વાહનોનો ઉપયોગ તબક્કાવાર બંધ કરવા ધોરણ તૈયાર કરવાની જરૂર છે એમ વાતાવરણ સંસ્થાના સંસ્થાપક ભગવાન કે સભટે જણાવ્યું હતું.

અન્ય શહેરોમાં પ્રમાણ
હવામાં નાઈટ્રોજન ડાયોક્સાઈડનું પ્રમાણ દિલ્હીમાં સૌથી વધુ એટલે કે 125 ટકા વધ્યું હતું. ચેન્નઈમાં 94 ટકા, બેંગલુરુમાં 90 ટકા, જયપુરમાં 47 ટકા, કોલકાતામાં 11 ટકા, લખનવમાં 32 ટકા અને હૈદરાબાદમાં 69 ટકાનો વધારો જણાયો હતો.

અન્ય સમાચારો પણ છે...