નિર્ણય:લોકસંખ્યાના પ્રમાણમાં 25 જિલ્લા પરિષદમાં સીટનો વધારો

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યપાલની સહી થતા અધિસૂચના જારી કરવામાં આવી

રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં 2011ની વસતિ ગણતરીનો આધાર લઈને લોકપ્રતિનિધીઓની સીટ નિશ્ચિત કરવામાં આવી છે. આ સંદર્ભે બજેટ સત્રમાં બંને સભાગૃહમાં મંજૂરી આપવામાં આવી હતી. એના પર રાજ્યપાલની સહી થતા અધિસૂચના જારી કરવામાં આવી છે. એ અનુસાર 25 જિલ્લા પરિષદમાં સીટનો વધારો થયો છે. રાજ્યમાં કુલ 34 જિલ્લા પરિષદ છે. એમાંથી 25 જિલ્લા પરિષદની મુદત પૂરી થઈ હોવાથી ત્યાં ચૂંટણી થવાની છે. આ 25 જિલ્લા પરિષદમાં અત્યારની નવી રચના પ્રમાણે સીટની સંખ્યા 1 હજાર 705 થઈ છે.

એમાં રાયગડ 66, રત્નાગિરી 62, સિંધુદુર્ગ 55, નાશિક 84, જલગાવ 77, નગર 85, પુણે 83, સાતારા 74, સાંગલી 68, સોલાપુર 77, કોલ્હાપુર 76, ઔરંગાબાદ 70, જાલના 63, પરભણી 60, હિંગોલી 57, બીડ 69, નાંદેડ 73, લાતુર 66, અમરાવતી 66, બુલઢાણા 68, યવતમાળ 69, ચંદ્રપુર 62, વર્ધા 57 અને ગડચિરોલી 57નો સમાવેશ છે.

અન્ય સમાચારો પણ છે...